• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

ઇન્ટરનેશનલ ફ્લાઇટ વગર જ હિરાસર એરપોર્ટનું નવું ટર્મિનલ 9મીથી શરૂ થશે

આજે એરપોર્ટ ઓથોરિટી કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણય : હાલ કાર્ગો ટર્મિનલ પરથી પેસેન્જર ફ્લાઇટનું કરાય છે સંચાલન

રાજકોટ, તા. 19 : 27 જુલાઈ, ર023ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજકોટની ભાગોળે હિરાસર ખાતે 2654 કરોડના ખર્ચે બનેલા ગ્રીનફિલ્ડ એરપોર્ટનું લોકાર્પણ કરાયું હતું અને વિમાની સેવાની શરૂઆત 10 સપ્ટેમ્બર, 2023થી થઈ હતી. જોકે ત્યારે પેસેન્જર ટર્મિનલનું કામ બાકી હોવાથી પ્રારંભથી જ અહીંયા કાર્ગો ટર્મિનલ પરથી જ પેસેન્જર ફ્લાઇટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. પેસેન્જર ટર્મિનલનું કામ હવે પૂરું થયું હોવાથી સંભવત: આગામી મહિનામાં 9મી ફેબ્રુઆરીથી નવા પેસેન્જર ટર્મિનલ પરથી ફ્લાઇટનું સંચલન થશે. જોકે ‘રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ’ નામ ધરાવતા આ હવાઈ અડ્ડા પર હજુ સુધી આંતરરાષ્ટ્રીય વિમાન શરૂ થયું નથી !

દોઢ વર્ષ બાદ હવે હિરાસર એરપોર્ટ પર 23,000 ચોરસ મીટર જગ્યામાં પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે. એરપોર્ટનું લોકાર્પણ વડાપ્રધાન મોદીએ કર્યું હતું ત્યારે આ ટર્મિનલનાં લોકાર્પણ માટે પણ એરપોર્ટ ઓથોરિટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે 9મી ફેબ્રુઆરીથી નવું ટર્મિનલ શરૂ થવા અંગે એરપોર્ટ ઓથોરિટી દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ નથી પરંતુ એકાદ દિવસમાં આ અંગે જાહેરાત કરવામાં આવશે એમ સૂત્રોમાંથી જાણવા મળે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કાલથી ઇંગ્લેન્ડ વિરુદ્ધની T-20 શ્રેણીનો પ્રારંભ ઇડન ગાર્ડનમાં શમીની જોરદાર બોલિંગ પ્રેક્ટિસ January 21, Tue, 2025