• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમના મોંઘેરા વીડિયો સસ્તામાં વેચવાનું કારસ્તાન જે વીડિયો માટે રૂ.25 હજાર જેટલી રકમ લેવાતી તે રૂ.200માં વેચી નાખ્યા : એકની ધરપકડ

અમદાવાદ, તા. 6: અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે રૂ. 5થી 25 હજાર સુધીની ફી લઈ ઓનલાઇન તાલીમ આપતી જ્ઞાન એકેડેમી, વેબ સંકુલ, પ્રાજશ્વ ફાઉન્ડેશન, વચન ઓનલાઈન, ધ્યેય ઈન્સ્ટિટયૂટ, વર્લ્ડ ઇનબોક્સ, સાધ્યમ એકેડમી અને વિવેકાનંદ એકેડમીની એપ્લિકેશન હેક કરી ચાર હજાર જેટલા રેકોર્ડેડ વિડિઓ એસ્ટ્રેક્ટ કરી ટેલિગ્રામ ચેનલ પર સસ્તા ભાવે વેચી દેનાર સુરતના ભેજાબાજ ભાવેશ તગા ઘાંચીની ધરપકડ કરી લેવાઈ છે. ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગરમાં જ્ઞાન એકેડેમી ચલાવતાં મહેશભાઈ આહજોલીયા અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેની ઓનલાઇન તથા ઓફ લાઈન તાલીમ આપે છે. ઓનલાઇન તાલીમ માટે જ્ઞાન લાઇ નામની એપ્લિકેશન મારફતે રેકોર્ડેડ અને લાઇવ કોર્સીસના વીડિયો મૂકવામાં આવે છે અને રૂ. 5થી 25 હજાર સુધીની ફી લઈ એપ્લિકેશન મારફતે ઓનલાઈન તાલીમ આપવામાં આવે છે. જો કે, ભેજાબાજે પોતાની ટેલિગ્રામ ચેનલ પર મૂકી 200થી 800 રૂપિયામાં વિદ્યાર્થીઓને વેચ્યછા હતા.

આ અંગે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ રાકેશ ડામોરે જણાવ્યું કે, ઉક્ત ગુનાનો ભેદ ઉકેલી કાઢી સુરતના ભાવેશ તગાભાઈ ઘાંચીની ધરપકડ કરી લેવાઈ છે. 21 વર્ષીય ભાવેશ બીકોમ સુધી ભણેલો છે. અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અર્થે અલગ અલગ ગ્રુપમાં એડ થયો હતો. જેમાં પરીક્ષાની તૈયારીઓ માટેના વીડિયો અપલોડ થતાં હતાં. જો કે એના માટે પૈસા ચૂકવવા પડતાં હતાં. બાદમાં તેણે પોતાના મોબાઇલ ફોનમાં ટેલિગ્રામ ગૃપ બનાવી ઉક્ત એકેડમીની સિક્યોર એપ્લિકેશનમાંથી તેઓની જાણ બહાર રેકોર્ડેડ વીડિયો એક્સટ્રેક્ટ કરી, પોતાના ટેલિગ્રામ ગૃપમાં તે વીડિયો વેચાણ કરવા માટેના મેમ્બર્સ પાસેથી નાણાની અવેજમાં એમેઝોનના વાઉચર મારફતે રીડીમ કરી અત્યાર સુધીમાં એક લાખ 98 હજારની રકમ મેળવી લીધી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કાલથી ઇંગ્લેન્ડ વિરુદ્ધની T-20 શ્રેણીનો પ્રારંભ ઇડન ગાર્ડનમાં શમીની જોરદાર બોલિંગ પ્રેક્ટિસ January 21, Tue, 2025