• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

ગુજરાતમાં હવે તાપમાન ઘટશે, 22 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડશે

અઠવાડિયું વાતાવરણ શુષ્ક રહેશે, ઠંડા પવન ફૂંકાવાની હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદ, તા.7 : ગુજરાતમાં આગામી 7 દિવસ શુષ્ક વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી બે દિવસમાં ગુજરાતમાં 2થી 4 ડિગ્રી સુધી તાપમાન ઘટવાની શક્યતા છે, એટલે કે રાજ્યમાં ઠંડીમાં વધારો થશે. તે તાપમાન ત્યાર પછીના દિવસોમાં એક સમાન રહે તેવી શક્યતા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ચાર દિસવથી ઠંડીનું જોર ઘટયું હતું. જો કે, હવે તે આગળ વધીને હિમાલય સુધી પહોંચતા શનિવારથી રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદમાં સોમવાર અને મંગળવારે ઠંડીનો પારો 11 ડિગ્રીથી નીચે જવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે.

ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે, તેની સાથે લઘુતમ અનને મહતમ તાપમાન સામાન્ય કરતા ઉંચું રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમા લઘુત્તમ તાપમાન 20 અને મહતમ તાપમાન 30 ડિગ્રી રહેવાની સંભાવના છે. ગુજરાતમાં ડિસેમ્બરમાં ઠંડા પવનો ફ્કાંવાની શક્યતા સાથે 22 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડી શકે છે. કચ્છમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની ધારણા છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ 15 ડિગી જેટલી તાપમાન રહેતા ઠંડીના ચમકારાનો અનુભવ થશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કાલથી ઇંગ્લેન્ડ વિરુદ્ધની T-20 શ્રેણીનો પ્રારંભ ઇડન ગાર્ડનમાં શમીની જોરદાર બોલિંગ પ્રેક્ટિસ January 21, Tue, 2025