• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

સુરતના ઓલપાડમાંથી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ : બે માલિકો પકડાયા ઘીનો જથ્થો - સાધન સામગ્રી, મોબાઇલ સહિત રૂ.1.17 કરોડનો મુદ્દામાલ કબજે

અમદાવાદ/રાજકોટ, તા.11 : સુરતના ઓલપાડ વિસ્તારમાં નકલી ધીની ફેક્ટરી ધમધમતી હોવાની બાતમીના આધારે એસએમસીના સ્ટાફે દરોડો પાડી રૂ.69.67 લાખની કિંમતનો ઘીનો જથ્થો ઝડપી લઈ કુલ રૂ.1.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યે હતો અને નકલી ઘીની ફેક્ટરી ચલાવતા બે ભાઇની ધરપકડ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, સુરતના ઓલપાડ વિસ્તારમાં આવેલી વીર મીયહ પ્રોડક્ટ્સ અને આર. કે. એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં નકલી ઘી બનાવવામાં આવતું હોવાની બાતમીના આધારે ગાંધીનગરથી એસએમસીના સ્ટાફે દરોડો પાડયો હતો. ફેક્ટરી માલિક સુરતના જહાંગીરપુરામાં રહેતા રાકેશ ઇશ્વર ભરતિયા અને ભૂપેશ ઇશ્વર ભરતિયાને ઝડપી લીધા હતા.

પોલીસે દરોડા દરમિયાન રૂ.ર3.84 લાખની કિંમતનો નકલી ઘીના 494 બોક્સ તેમજ રૂ.69.67 લાખની કિંમતનું નકલી ઘીનો જથ્થો તેમજ રૂ.16.પ9 લાખની કિંમતની મશીનરી, રૂ.7.પપ લાખનું પેકેજિંગનો સામાન તેમજ રૂ.30 હજારની કિંમતના બે મોબાઇલ સહિત રૂ.1.17 કરોડનો મુદ્દામાલ કબજે કર્યે હતો. પોલીસે ફેક્ટરીમાંથી ઘી તેમજ અન્ય મટિરિયલ્સ કબજે કર્યું હોય તેમાથી નમૂના લઈ એફએસએલમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની વધુ તપાસમાં મલેશિયાથી આયાત કરી વેજફેટ લાવવામાં આવતા ફેટી એસિડ મોનો એન્ડ ડાય ગ્લિસરાઇડ અને ઘીના એસન્સનો ઉપયોગ કરી નકલી બનાવવામાં આવતું હતું. આ અંગે ખોરાક અને ઔષધ નિયમન  વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે બન્ને ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક