• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

પતંગ રસિયાઓ, મોજ કરો : મકરસંક્રાંતીએ પવનની ગતિ 10થી 15 કિલોમીટરની રહેશે જો કે, 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના જિલ્લામાં છૂટાછવાયા વરસાદ પડવાની આગાહી

અમદાવાદ, તા. 11 : ગુજરાતીઓ માટે ઉતરાયણ એટલે પતંગ ચગાવવાની સાથે મોજ મસ્તી અને જલસાનો તહેવાર રાજ્યભરમાં 14 અને 15 જાન્યુઆરી એમ બે દિવસ લોકો ધાબા પર ચઢીને ઉત્તરાયણની ઉજવણી કરે છે ફક્ત ગુજરાતીઓ જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાંથી અને વિદેશથી પણ લોકો ઉત્તરાણ કરવા ગુજરાત અને એમાં પણ ખાસ અમદાવાદ આવે છે ત્યારે પતંગ રસિયાઓને મોજ પડે એવા સમાચાર પ્રમાણે હવામાન વિભાગ દ્વારા ઉત્તરાયણના બે દિવસ વાતાવરણ સૂક્ષ્મ રહેવાની સાથે પવનની ગતિ 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

 ઉત્તરાયણ કરતા વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેવાની પતંગ રસી કોને જલસો પડી જવાનો છે. જો કે બીજી તરફ આગામી 24 કલાક દરમિયાન  ઉત્તર ગુજરાતના જિલ્લામાં છૂટાછવાયા વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરી છે.

       હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આગામી 24 કલાક છુટા છવાયા હળવા વરસાદની શક્યતાઓ છે એટલે કે ઉત્તરાયણ પહેલા માવઠાની રાજ્યના કેટલાક શહેરો ભીંજાઈ શકે છે આ ઉપરાંત ગુજરાતમાં ફરી એક વખત પવનની દિશા ફંટાય છે પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફથી આવતા પવનોને બદલે હવે ઉત્તર અને ઉત્તરપૂર્વી દિશા તરફથી પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે બીજી તરફ પશ્ચિમ અને રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે આ ઉપરાંત એક ટ્રફ પણ રાજસ્થાનથી લઈને અરબસાગર સુધી લંબાયો છે જેને કારણે આગામી 24 કલાક ઉત્તર ગુજરાતના જિલ્લામાં હળવા વરસાદની શક્યતાઓ છે

       દરમિયાન હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે આગામી 14 અને 15 જાન્યુઆરીના દિવસે પવનની ગતિ સામાન્ય રહેવાની શક્યતા છે એટલે કે 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે ઠંડી પણ આ બે દિવસ દરમિયાન સારા પ્રમાણમાં રહેશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક