હાલમાં નનામા લેટર વાઇરલ કરવાનો
રોગ ફેલાયેલો છે, સમગ્ર ઘટનાને કોંગ્રેસ અલગ દિશામાં લઇ જઇ રહી છે : પુરુષોત્તમ રૂપાલા
રાજકોટ તા.12:
અમરેલીમાં છેલ્લા કેટલાક દિવસથી
લેટરકાંડ અને પાયલ ગોટીના સરઘસમાં રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. જેના પગલે આજે રાજકોટમાં
ધર્મેન્દ્રાસિંહજી કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવના પ્રારંભ પ્રસંગે સાંસદ પુરુષોત્તમ
રૂપાલાએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા ઉતાવળ થઇ છે.
એસપી દ્વારા જે કમિટીની રચના કરવામાં આવી છે, તેની
તપાસમાં જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરાશે તેવી મને આશા છે. વધુમાં જણાવ્યું હતું કે, મેં આ અંગે પહેલા પણ કહ્યું
હતું અને આજે પણ કહું છું કે, જે બન્યું તેમાં પોલીસ દ્વારા ઉતાવળ થઇ છે. દીકરી સાથે
પોલીસનો વ્યવહાર યોગ્ય નથી. સમગ્ર પ્રકરણને
બે દિશામાં જોવાની જરૂર હતી પરંતુ એક દિશામાં લઇ જવાનો પ્રયાસ થઇ રહ્યો છે જે યોગ્ય
નથી. હાલમાં નનામા લેટર વાઇરલ કરવાનો રોગ ફેલાયેલો છે. સમગ્ર ઘટનાને કોંગ્રેસ અલગ દિશામાં
લઇ જઇ રહી છે. એસપી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. એસપીએ નીમેલી આ કમિટી દ્વારા
જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.