• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

અમરેલી લેટરકાંડ : જસવંતગઢના સરપંચ અશોક માંગરોળિયા સસ્પેન્ડ

જિલ્લા વિકાસ અધિકારીએ અશોક માંગરોળિયા દોષમુક્ત ના થાય, ત્યાં સુધી સરપંચના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો

અમરેલી, તા.15 : અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતી પત્રિકા ફરતી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલી પાટીદાર યુવતીએ પોલીસ કસ્ટડીમાં પોતાને માર મારવામાં આવ્યો હોવાનો આરોપ મૂક્યા બાદ જિલ્લા પોલીસ વડાએ 3 કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા હતા. જે બાદ હવે જિલ્લા વિકાસ અધિકારીએ આ કેસના અન્ય આરોપી જસવંતગઢના સરપંચને પણ પોતાનાં પદ પરથી સસ્પેન્ડ કરી દીધા છે.

મળતી વિગત મુજબ અમરેલીમાં ભાજપના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા વિરુદ્ધ થોડા દિવસ પહેલાં ગંભીર પ્રકારના આક્ષેપવાળો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હોય, જેમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નકલી લેટરહેડનો ઉપયોગ થતાં આ બનાવમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક યુવતી, જસવંતગઢ - ટીંબા ગામના સરપંચ અશોકભાઈ માંગરોળિયા સહિત ચાર ઈસમની અટકાયત કરી હતી અને હાલ અશોક માંગરોળિયા જેલમાં છે. આ બનાવમાં જિલ્લા વિકાસ અધિકારીએ અગાઉ આ લેટરકાંડના આરોપી અને જસવંતગઢ - ટીંબા ગામના સરપંચ અશોકભાઈ માંગરોળિયાને નોટિસ આપી હતી અને આ નોટિસ બાદ જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડયાએ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ-59(1) હેઠળ તાત્કાલિક અસરથી ગ્રામ પંચાયતની મુદ્દત પૂરી થતાં સુધી અથવા તો તેઓ સામેના આ કામે દાખલ થયેલ કેસમાં તેઓ દોષમુક્ત જાહેર ન થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી ગ્રામ પંચાયત જસવંતગઢ - ટીંબાના સરપંચના હોદ્દા ઉપરથી મોકૂફ રાખવાનો હુકમ કરેલ છે ત્યારે અગાઉ ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ થયા બાદ જસવંતગઢ - ટીંબા ગામના સરપંચ અશોકભાઈ માંગરોળિયા હોદ્દા ઉપરથી દૂર કરતાં અમરેલી જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે. જો કે, આ હુકમથી જો જસવંતગઢ - ટીંબાના સરપંચ નારાજ હોય તો તેઓ આગામી દિન - 30માં રાજ્ય સરકારને અપીલ કરી શકશે તેમ પણ હુકમમાં જણાવ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કાલથી ઇંગ્લેન્ડ વિરુદ્ધની T-20 શ્રેણીનો પ્રારંભ ઇડન ગાર્ડનમાં શમીની જોરદાર બોલિંગ પ્રેક્ટિસ January 21, Tue, 2025