બે
દિવસ પહેલાં બન્ને નાસી છૂટયા’તા : બન્નેનો પરિવાર લગ્ન માટે સંમત નહોતો
બગસરા,
તા.1પ : નિલકંઠનગર વિસ્તારમાં આવેલાં અધુરા બાંધકામવાળાં મકાનમાં એક પ્રેમી યુગલે એક
દોરીથી સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. પોલીસે મૃતદેહ
પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.
આ અંગેની
વિગત એવી છે કે, નટવરનગરમાં રહેતા ભાદાભાઈ વાઘેલાની પુત્રી મિરલ કોઈ અજાણ્યા વ્યક્તિ
સાથે નાસી છૂટી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી.
દરમિયાન
નિલકંઠનગર વિસ્તારમાં આવેલા જીતેશભાઈ કનુભાઈ ઝાલા નામની વ્યક્તિના અધુરા બાંધકામવાળા
મકાનમાં મીરલ ભાદાભાઈ વાઘેલા અને કુકાવાવના કિશન બાબકુભાઈ ચારોલિયા નામના પ્રેમીયુગલે
એક જ દોરીથી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગેની જાણ થતાં પોલીસ સ્ટાફ
તેમજ બન્નેના પરિવારજનો દોડી ગયા હતા અને મૃતદેહો પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા.
પોલીસની
પ્રાથમિક તપાસમાં પ્રેમીપંખીડાના સંબંધ અંગેની જાણ થઈ જતાં બન્નેનો પરિવાર આ સંબંધ
માટે સંમત નહોતો અને નાસીપાસ થઈ જઈ આ પગલું ભરી લીધું હતું. પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી
કરવામાં આવી હતી.