• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

રાજકોટમાંથી રૂ.18.14 લાખના હેરોઈન સાથે મટનનો ધંધાર્થી-રાજસ્થાનનો પેડલર ઝડપાયા

બન્નેના મોબાઈલ કોલ ડિટેઈલના આધારે સૂત્રધાર-છૂટક પડીકી લેનારની શોધખોળ

રાજકોટ, તા.1પ : માદક પદાર્થની હેરાફેરી કરતા તત્ત્વોને ઝડપી લેવા માટેથી મહત્ત્વની બ્રાંચો દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે રાજકોટના કુવાડવા રોડ પરથી એસઓજીના સ્ટાફે  મટનના ધંધાર્થી અને રાજસ્થાનનથી આવેલા પેડલરને રૂ.18.14 લાખના હેરોઈનના જથ્થા સાથે ઝડપી લીધા હતા અને બન્ને શખસને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી માદક પદાર્થના સપ્લાયર અને છુટક પડીકી લેવા આવતા શખસોની મોબાઈલની કોલ ડિટેઈલના આધારે શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, કુવાડવા રોડ પર ડી માર્ટ પાસે બે શખસ માદક પદાર્થની લેતી દેતી કરવા આવવાના હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચના એસીપી બી.બી.બસિયા તથા પીઆઈ એમ.આર. ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ વોચ ગોઠવી હતી અને મોચી બજાર પાસેના કૃષ્ણનગરમાં રહેતા મટનના ધંધાર્થી ફૈઝલ યુસુફ ચૌહાણ અને રાજસ્થાન પંથકના રાજમલ રકમા મીણા નામના શખસોને ઝડપી લઈ તલાસી લેતા રૂ.18.14 લાખની કિંમતનો 39ર.9પ

ગ્રામ  હેરોઈનનો જથ્થો મળી આવતા કબજે કર્યો હતો.રાજકોટમાં સૌપ્રથમ વખત આટલો મોટો હેરોઈનનો જથ્થો ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠીહતી.

પોલીસની વધુ તપાસમાં ફૈઝલ ચૌહાણ મોચીબજાર ખાટકીવાસમાં મટનનો ધંધો કરે છે અને સાઈડમાં આવક ઉભી કરવા માટેથી માદક પદાર્થ વેચવાનું શરૂ કર્યું હતું અને અગાઉ 100 ગ્રામ આવો પદાર્થ રાજસ્થાનથી લાવી પડીકી બનાવી રૂ.1પ00 લેખે બંધાણીઓને વેચી નાખી હતી. આ વખતે સૂત્રધારે રાજમલ મીણાને આ જથ્થો આપવા મોકલ્યો હતો. પોલીસે માદક પદાર્થ તેમજ ત્રણ મોબાઈલ અને રૂ.4 હજારની રોકડ સહિત રૂ.18.ર9 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બન્ને શખસને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી માદક પદાર્થના સૂત્રધાર તેમજ ફેઝલ ચૌહાણ પાસેથી છુટક પડીકી ખરીદનાર શખસોની મોબાઈલ કોલ ડિટેઈલના આધારે શોધખોળ શરૂ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કાલથી ઇંગ્લેન્ડ વિરુદ્ધની T-20 શ્રેણીનો પ્રારંભ ઇડન ગાર્ડનમાં શમીની જોરદાર બોલિંગ પ્રેક્ટિસ January 21, Tue, 2025