• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

ઠંડીનું જોર યથાવત્ : નલિયા 6.8, રાજકોટ 10.8

            પવનનું જોર વધ્યું અને લઘુતમ તાપમાનનો પારો ફરી નીચે ઉતરતા ઠંડક એકાએક વધી : આગામી 2 દિવસમાં ભુક્કા બોલાવે તેવી ઠંડી પડે તેવી શક્યતારાજકોટ, તા.15 : સૌરાષ્ટ્ર-કચ્છમાં મકરસંક્રાંતિ પર પવન દેવે મોજ કરાવ્યા બાદ આજે પણ ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો હતો. ઉત્તરાયણના પર્વ પર ઠંડીનું જોર યથાવત્ રહેતા લોકો આખો દિવસ ગરમ વત્રોમાં જોવા મળ્યા હતા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગનાં શહેરમાં તાપમાનનો પારો ગગડયો હતો. આજે કચ્છના નલિયામાં 6.8 અને ભૂજમાં 11.4 ડિગ્રી તાપમાન હતું. રાજકોટમાં પણ 10.8 ડિગ્રી ન્યુનતમ તાપમાન સાથે ઠંડીનું જોર રહ્યું હતું.

ગઈકાલથી લઘુતમ તાપમાનનો પારો નીચે  ઉતરવા લાગ્યો છે અને પવનનું જોર પણ વધતા ઠંડકની વધુ અસર અનુભવાઈ રહી છે. આગામી 2 દિવસમાં ભુક્કા બોલાવે તેવી ઠંડી પડે તેવી શક્યતા છે. વિવિધ જિલ્લામાં તાપમાન 2થી 6 ડિગ્રી ઘટયું છે. ઉત્તરાયણ પછી પણ કાતિલ ઠંડી પડવાનો સિલસિલો યથાવત્ રહે તેવી શક્યતા છે. મહત્ત્વનું છે કે ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યમાં તાપમાનનો પારો ગગડતા ઠંડી જોવા મળશે. હાલ પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશા તરફની છે. જેનાં કારણે ઠંડીનો ચમકારો જોવા મળશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કાલથી ઇંગ્લેન્ડ વિરુદ્ધની T-20 શ્રેણીનો પ્રારંભ ઇડન ગાર્ડનમાં શમીની જોરદાર બોલિંગ પ્રેક્ટિસ January 21, Tue, 2025