(ફૂલછાબ
ન્યૂઝ)
ભાવનગર,
તા.18 : સિહોરમાં આવેલી એક હોસ્પિટલમાં આસી.તબીબ તરીકે ફરજ બજાવતા તબીબ યુવાને કોઈ
કારણસર અલગ-અલગ ઈન્જેક્શનો મારી આપઘાત કરી લીધાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. પોલીસે
આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની
વિગત એવી છે કે, સિહોર તાબેના કાજાવદર ગામે રહેતા અને સિહોરમાં રેલવે સ્ટેશન રોડ પર
આવેલ ડો.જયેશ શુકલાની હોસ્પિટલમાં 1પ વર્ષથી આસી.તબીબ તરીકે ફરજ બજાવતા લાલુભાઈ પુરુષેત્તમભાઈ
મકવાણા નામના યુવાન તબીબે ગતરાત્રીના હોસ્પિટલમાં ફરજ પર હતો ત્યારે કોઈ કારણસર જાતે
અલગ અલગ ઈન્જેક્શનો મારી આપઘાત કરી લીધો હતો.
આ બનાવ
અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ તેમજ અન્ય તબીબો અને પરિવારજનો દોડી ગયા હતા અને મૃતદેહ
પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી.