કમલજીત લખતરિયાએ 4.9 કરોડનું
યુનિવર્સિટીને આર્થિક નુકસાન પહોંચાડયું હતું
અમદાવાદ, તા. 19 : ગુજરાત યુનિવર્સિટી
વધુ એક વખત વિવાદમાં આવી છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી એનિમેશન વિભાગના પૂર્વ વડા સામે
પોલીસ ફરિયાદ દાખલ થતાં એનિમેશન ડિપાર્ટમેન્ટના પૂર્વ વડા ડો. કમલજીત લખતરિયાની ક્રાઇમ
બ્રાન્ચે ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ કમલજીત લખતરિયાએ
4.9 કરોડનું યુનિવર્સિટીને આર્થિક નુકસાન પહોંચાડયું હતું. 1.15 કરોડ પોતાના સંબંધીઓનાં
ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીનાં કમ્પ્યુટર સાયન્સ વિભાગના પ્રોફેસર
ડૉ. કમલજીત લખતરિયાને એનિમેશન ડિપાર્ટમેન્ટના કોઓર્ડિનેટર બનાવાયા હતા. જોકે કમ્પ્યુટર
સાયન્સ વિભાગમાં અનેક હાયર પેમેન્ટના કોર્સ ચાલે છે ત્યારે ગત વર્ષે નવા આવેલા કુલપતિએ
તેમની પાસેથી કોર્સિસની અને કોર્સિસની નોલેજ પાર્ટનર એજન્સી-કંપનીઓને લગતા હિસાબો
- ચેકબુક સહિતનાં ડોક્યુમેન્ટ્સ માગ્યાં હતાં અને નાણાકીય ગોટાળાની તપાસ માટે સીએને
તપાસ સોંપવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં યુનિવર્સિટીએ ખાતાકીય તપાસમાં 1.5 કરોડથી વધુની
ગેરરીતિ પ્રકાશમાં આવી હતી. જેમાં ડો. કમલજી લખતરિયાને ટર્મિનેટ કરવાનો નિર્ણય કરાયો
હતો.