• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

‘સંવિધાન ગમે તેટલું સારું હોય પણ તેનું પાલન કરવાવાળા યોગ્ય ન હોય તો તે અસફળ થશે’ ભાજપે સંવિધાનને સર્વોચ્ચ માન્યું છે અને રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપી છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદના બાપુનગર ખાતે સંવિધાન ગૌરવ અભિયાન કાર્યક્રમમાં ડો. આંબેડકરે કહેલી વાતનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા

અમદાવાદ, તા. 19: રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રિય આરોગ્યમંત્રી જગતપ્રકાશ નડ્ડાજી, રાષ્ટ્રીય સંગઠનમંત્રી વી.સતિષજી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના બાપુનગર ખાતે સંવિધાન ગૌરવ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સંબોધન કરતા જણાવ્યું કે, દેશમાં સંવિધાનના 75 વર્ષ પુર્ણ થયા જેમા 65 વર્ષ કોંગ્રેસના નેતાઓએ દેશ પર રાજ કર્યુ હતુ. આજે આ કાર્યક્રમ પહેલા મને ડો.બાબાસાહેબ આંબેડકરજીની મૂર્તીને ફૂલહાર કરવાની તક મળી આ ફકત ફૂલહાર પુરતું સિમિત ન હોવું જોઇએ પણ આપણે સૌએ મહાન વ્યક્તિની દૂરદર્શિતાને સમજવી જોઇએ. ડો.આંબેડકરજીએ કહ્યું હતું કે સંવિઘાન ગમે તેટલું સારું હોય પણ તેનું પાલન કરવાવાળા યોગ્ય નહી હોય તો સંવિધાન અસફળ થશે. જેમણે સંવિધાન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે તેવા ડો.આંબેડકરજી પણ માને છે કે સંવિધાન સારું બનાવ્યું છે પણ જો તેને પાલન કરવામાં સારા લોકો હશે  તો કામ સારું થશે અને સારી રીતે પાલન નહી કરાવનાર હશે તો  આ જ સંવિધાન તકલીફ આપશે. 

વધુમાં જણાવ્યું કે, 1954મા જવાહરલાલ નહેરુએ જમ્મુ કાશ્મીરમાં કલમ 370 સાથે કલમ 35-એ ને જોડી દીધી અને તેમા જમ્મુ કાશ્મીરની નાગરિકતા અને ભારતની નાગરિકતા અલગ-અલગ કરી. જુદુ પ્રઘધાન, જુદુ નિશાન, જુદુ સંવિધાન એ 35-એના કારણ છે. આજે જે લોકો સંસદની મર્યાદાની ચિંતા કરી રહ્યા છે તેમને ખબર નથી કે તેમને ભારતના સંવિધાન સાથે શું કર્યુ છે. ડો.શ્યામાપ્રસાદ મુખર્જીએ તે સમયે કહેલી વાતને આજે મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યંy હતું કે એક દેશમાં બે નિશાન, બે સંવિઘાન નહી ચાલે. જમ્મુ-કાશ્મીરમાં 1954થી 2020 સુધી એસટી વર્ગની બેઠક હતી જ નહી. મહિલાઓ સાથે જે ડોમેસ્ટીક વાયોલન્સ થતા હતા તેના કાયદા જમ્મ કાશ્મીરમાં લાગુ ન થતા હતા. નગરની દિકરીઓ જો નગરના રહેવાસી સિવાય લગ્ન કરે તો તેમને પ્રોપર્ટીમાથી હક મળતો ન હતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આપણા સૌના પ્રેરણાસ્ત્રોત, વૈશ્વિક નેતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશ આઝાદીના અમૃતકાળમાંથી પસાર થઇ રહ્યો છે. 2025નું આ વર્ષ દેશના ગૌરવને ઉજાગર કરવાનું વર્ષ છે. સમગ્ર વર્ષ દરમિયાન આપણે સરદાર સાહેબની જયંતિ, ભગવાન બિરસામુંડાની 150મી જન્મજયંતિ, સ્વ. અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ તથા બંધારણના અમૃત મહોત્સવની ઉજવણી કરવાના છીએ. 2025નું આ વર્ષ દેશમાં લાગવામા આવેલી કટોકટીના કાળા વર્ષનું 50મું વર્ષ છે. આપણે એ ન ભુલવું જોઇએ કે કટોકટીના કપરા દિવસોમાં આપણાં સંવિધાનના મૂલ્યોની કેવી દશા તત્કાલીન સરકારે કરી હતી. આપણે એવા મહાન રાષ્ટ્રના નાગરિકો છીએ કે ભારતીયતા આપણો ધર્મ છે અને બંધારણ આપણો ધર્મગ્રંથ. બંધારણના સ્વીકાર થતા નિર્માણમાં ડો.બાબાસાહેબ આંબેડકરજીના અમુલ્ય યોગદાન સાથે સરદાર વલ્લભભાઇ પટેલ, કનૈયાલાલ મુનશી, હંસાબેન મહેતા જેવા ગર્વાગુજરાતીઓએ પણ આગવું યોગદાન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ સંવિધાનને સર્વોચ્ચ માન્યું છે, અને રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપી છે. ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ બંધારણના 60 વર્ષ વર્ષ 2010માં પુર્ણ થતા સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કર્યુ હતું. સંપુર્ણ બંધારણનો હાર્દ ન્યાય છે દેશનો પાયાનો દસ્તાવેજ સમાનતા, ન્યાયનું અનુસરણ કરતો ગ્રંથ છે. 

આ કાર્યક્રમમાં  જગતપ્રકાશ નડ્ડાજી તેમજ  ભુપેન્દ્રભાઇ પટેલે બંધારણના પ્રણેતા ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી વંદન કર્યા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમમાં સૌએ સાથે મળી સાંભળ્યું. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પ્રમુખ તેમજ ધારાસભ્ય અમિતભાઇ શાહે સ્વાગત સંબોધન કર્યુ હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કાલથી ઇંગ્લેન્ડ વિરુદ્ધની T-20 શ્રેણીનો પ્રારંભ ઇડન ગાર્ડનમાં શમીની જોરદાર બોલિંગ પ્રેક્ટિસ January 21, Tue, 2025