• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

સુરતમાં બેંકના મેનેજર દ્વારા રોકાણના નામે વૃદ્ધ સાથે 83 લાખની ઠગાઈ

સુરત, તા.9:સુરતના અઠવાલાઈન્સ વિસ્તારની આદર્શ સોસાયટીમાં રહેતા અને પ્રાઇવેટ કંપનીઓમાં મેનેજમેન્ટ ટ્રેનીંગનું કામ કરતા ટ્રેનરના 90 વર્ષીય વૃદ્ધના સંપર્કમાં આવેલા આઇસીઆઇસીઆઇ બેંકના રિલેશનશીપ મેનેજરે વૃદ્ધ પિતા પાસે અલગ-અલગ મ્યુચ્યુલ ફંડમાં રોકાણ કરાવડાવી તમામ નાણાકીય વ્યવહારો પોતાની પાસે રાખી રૂ. 83 લાખ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખી તેના ખોટા સ્ટેટ મેન્ટ બતાવતા મામલો પોલીસ મથકે પહોંચતા આ મામલે ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ અઠવાલાઈન્સ આદર્શ સોસાયટીમાં રહેતા બાડાના આનંદ ચંદ્રશેખરા નાયડુ(ઉ.53) ખાનગી કંપનીઓમાં મેનેજમેન્ટ ટ્રેનર છે. દરમિયાન તેમના પિતા ચંદ્રશેખર નાયડુ(ઉ.90)નું સને 2016માં દેવાંગ હરીશકુમાર ચેવલી (રહે. નસરવાનજી સોસાયટી, સિદ્ધિ વિનાયક મંદિર પાસે, ભાઠેના) જે આઈસીઆઈસીઆઈ બેંકના રીલેશનશીપ મેનેજર તેમજ અલગ-અલગ સ્મોલ ફાયનાન્સ કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા હતા અને ચંદ્રશેખર નાયડુના બેંકનું કામકાજ સંભાળતા હતા. તેને વિશ્વાસમાં લઈ દેવાંગ ચેવલીએ બાડાના નાયડુના પિતાના બેંક એકાઉન્ટમાંથી મ્યુચ્યુલ ફંડમાં ઈન્વેસ્ટ કરેલા રૂ. 83 લાખ રીડીમ કરી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યા હતા.થોડા સમય પહેલા બાડાના આનંદ નાયડુની માતાનું અવસાન થતા પિતા ચંદ્રશેખર નાયડુએ દેવાંગ ચેવલી પાસે રોકાણ કરેલી રકમ પરત માંગતા મેનેજર દેવાંગ ચેવલીએ તમારૂ ઈન્વેસ્ટમેન્ટનું પોર્ટફોલીયો રૂ. 10 કરોડ બતાવે છે તેમ કહી વાતને ટાળી દીધી હતી. બાડાના આનંદ નાયડુએ બેંક સ્ટેટમેન્ટ સહિતની ઝીણવટભરી તપાસ કરતા તેના પિતાના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેવાયા હોવાની જાણ થઇ હતી. જેથી તેણે આ અંગે ઉમરા પોલીસ મથકમાં પ્રૌઢે બેંક મેનેજર દેવાંગ ચેવલી વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક