અમદાવાદ , તા. 11 : 12 ડિસેમ્બરના રોજ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનાં શાસનકાળનાં ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. 156 બેઠકોના ઐતિહાસિક જનસમર્થન સાથે ગુજરાતના 18મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે અને સુશાસન, સેવા અને વિકાસનાં નવા ધોરણો સ્થાપિત કર્યાં છે.
આ ત્રણ
વર્ષોમાં જાહેર કરવામાં આવેલી વિવિધ લોકકેન્દ્રિત નીતિઓએ રાજ્યને બહુવિધ ક્ષેત્રોમાં
અગ્રેસર બનાવ્યું છે. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે જી-20 બેઠકો અને 10મી વાઇબ્રન્ટ
ગુજરાત ગ્લોબલ સમિટ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું. વાઇબ્રન્ટ
ગુજરાત સમિટની સફળતાને વધુ વ્યાપક બનાવવા અને રાજ્યની પ્રાદેશિક ક્ષમતાઓને વૈશ્વિક
સ્તરે ઉજાગર કરવા માટે મુખ્ય પ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પ્રથમ વાર રાજ્યના
ચાર પ્રદેશોમાં (ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર) વાઇબ્રન્ટ
ગુજરાત રિજનલ કોન્ફરન્સિસનું આયોજન કર્યું છે. આ કોન્ફરન્સ સ્થાનિક મહત્ત્વાકાંક્ષાઓને
‘િવકસિત ભારત ।઼2047’ અને ‘િવકસિત ગુજરાત @2047’ના વ્યાપક વિઝન સાથે સંરેખિત કરશે.
વર્ષ
2025માં ઘટેલી ઍર ઇન્ડિયા પ્લેન ક્રૅશ દુર્ઘટનાની ગંભીર પરિસ્થિતિમાં મુખ્ય પ્રધાન
ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ, ઝડપી અને અસરકારક નેતૃત્વનો પણ પરિચય આપ્યો છે. રાજ્યની
તમામ એજન્સીઓને તાત્કાલિક સક્રિય કરીને રેસ્ક્યુ અૉપરેશન, સારવાર, સહાય અને સુચારુ
સંકલન વડે ગુજરાતે તેમના નેતૃત્વમાં સંકટ વ્યવસ્થાપનનો એક અનુપમ દાખલો પૂરો પાડ્યો
છે.
મુખ્ય
પ્રધાનના નેતૃત્વમાં વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કરવામાં આવ્યું છે, જે રાજ્યનાં
શહેરોને વિશ્વ સ્તરીય, આધુનિક, હરિત, ટેક્નૉલૉજી આધારિત અને સુવિધાસભર બનાવવાની દિશામાં
એક મોટું પગલું છે. આ ત્રણ વર્ષો દરમિયાન રમત-ગમત ક્ષેત્રે પણ ગુજરાતે વૈશ્વિક મંચ
પર ગૌરવ મેળવ્યું છે. ગુજરાતમાં વિકસિત કરવામાં આવેલ આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર,
રાજ્યના ખેલાડીઓ માટે સતત વિકસતી સુવિધાઓ અને રાજ્ય સરકારનો સહયોગ, ખેલાડીઓને અનુકૂળ
સ્પોર્ટ્સ પૉલિસીને વગેરેના કારણે ગુજરાતને કૉમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરવાનું
ગૌરવ પ્રાપ્ત થયું છે.
ભૂપેન્દ્ર
પટેલના નેતૃત્વમાં ગુજરાતે સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ,
આરોગ્ય અને ડિજિટલ ગવર્નન્સ જેવાં ક્ષેત્રોમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. ગુજરાત આજે
સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ એનર્જી હબ બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે.
મુખ્ય પ્રધાનના નેતૃત્વ હેઠળ ગુજરાત વડા પ્રધાનના ‘િવકસિત ભારત ।઼2047’ના વિઝનને સાકાર
કરવા માટે દૃઢપણે આગળ વધી રહ્યું છે. ત્રણ વર્ષના આ વિકાસ યજ્ઞએ ગુજરાતને નવી આશાઓ,
નવી સંભાવનાઓ આપી છે અને વૈશ્વિક સ્તરે રાજ્યની ઓળખ વધુ મજબૂત બની છે.