સેલુકા ગામની સીમમાં કટિંગ થતું’તુંને રૂરલ એલસીબી ત્રાટકી : કાર અને ટ્રક સહિત 30 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાની શખસની ધરપકડ
વીરપુર/જેતપુર, તા.11: વીરપુરના
સેલુકા ગામની સીમમાં વિદેશી દારૂના જથ્થાનું કટીંગ થતું હતું ત્યારે રૂરલ એલસીબીએ દરોડો
પાડી 17.95 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને બે વાહનો સહિત 30 લાખના મુદ્દામાલ સાથે એક
શખસને ઝડપી લીધો હતો. મળતી વિગત પ્રમાણે રાજકોટ ગ્રામ્ય એલસીબીને મળેલી બાતમીના આધારે
વીરપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તાર સેલુકા ગામની સીમ ગોરિયા ધાર નામની ખુલ્લી જગ્યારમાં
અંગ્રેજી દારૂના કટિંગ સમયે રેડ કરી 17.95 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે કપીલ અડચંદ
રાજપૂત રહે. નશવારી તા.ગોવિંદગઢ જી. અલવર રાજ્ય રાજસ્થાનને ઝડપી લીધો હતો જ્યારે વિપુલ
હાથીભાઈ સાધુ રહે. રબારીકા ગામ તા. જેતપુરનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે. પરપ્રાંતીય
અંગ્રેજી દારૂની બોટલો નંગ 815 કિ.રૂ. 17,95,617, આઈસર કંપનીનો ટ્રક જેના રજી. નં.
એચઆર 55 એકસ 1062 કી.રૂ 10,00,000, મારૂતી કંપનીની સ્વીફ્ટ કાર રજી. નં. જીજે- 18-બીબી-
7737 કી.રૂ. 2,00,000 તથા મોબાઇલ નંગ 1 કિ.રૂ.5000 મળી કુલ 30,00617નો મુદામાલ કબજે
કરી કાર્યવાહી કરી હતી.