ચીન, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા પર પણ 50 ટકા ટેરિફની તૈયારી
મેક્સિકો, તા. 11 : અમેરિકા બાદ
મેક્સિકો ભારત પર ટેરિફ લાદવા જઇ રહ્યું છે. આ દેશની સંસદે ભારત સહિત પાંચ એશિયાઇ દેશ
પર 50 ટકા ટેરિફ લગાવવાનું એલાન કર્યું હતું.
આ ટેરિફ એવા દેશો પર લગાવાશે
જેમની સાથે મેક્સિકોના મુક્ત વેપાર કરાર નથી, જેનો અમલ 2026થી થશે.
ભારત ઉપરાંત ચીન, દક્ષિણ કોરિયા,
થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયા પર મેક્સિકો 50 ટકા ટેરિફ ઝીંકશે.
મેક્સિકો આ દેશો પાસેથી ઘણા મોટા
પ્રમાણમાં સામાન ખરીદે છે. 2024માં આ દેશોમાંથી 253.7 અબજ ડોલરનો સામાન આયાત કરાયો
હતો. આટલી જંગી આયાતના કારણે મેક્સિકોને લગભગ 223 અબજ ડોલરનું નુકસાન થયું હતું.
નવા કાયદા હેઠળ કાર, કપડાં, પ્લાસ્ટિક
ઉત્પાદનો, સ્ટીલ, પગરખાં સહિત લગભગ 1400 પ્રકારના સામાન મોંઘા થશે.