માવઠાંથી
અસરગ્રસ્ત 7.98 લાખ કરતા વધારે ખેડૂતોને સહાય
રાજકોટ,તા.10
: (ફૂલછાબ ન્યૂઝ) ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પુરજોશમાં
ચાલી રહી છે. જેમાં તમામ પાકની ખરીદી અત્યાર સુધીમાં કુલ 8,41,494.90 ટન સુધી પહોંચી
છે. રાજ્યના કુલ 3,79,367 ખેડૂતો પાસેથી રૂ. 6049.15 કરોડના મૂલ્યની વિવિધ જણસી ખરીદવામાં
આવી છે. 1,47,017 ખેડૂતોને રૂ. 2376.45 કરોડનું ચૂકવણું પણ કરવામાં આવ્યું છે.
ભારે
વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે 11,12,585 ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે કુલ રૂ.
3320.89 કરોડના ઓનલાઇન બીલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી કુલ 7,98,972 ખેડુતોને
રૂ. 2430.75 કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે તેમ સરકારે જણાવ્યું
છે. સરકારે માવઠાં રાહતનું 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું હતુ. એમાં અત્યાર સુદીમાં
કુલ 30,71,846 ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે. અત્યાર સુધીમાં કુલ 20,81,122 અરજીઓ મંજુર
કરવામાં આવી છે. ભારે વરસાદથી અસરગ્રસ્ત જુનાગઢ,
પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જિલ્લામાં થયેલા પાક નુકશાન સામે સહાય મેળવવા કુલ
2,28,376 ખેડૂતોએ અરજી કરી છે. જે પૈકી કુલ 1,72,165 અરજીઓ મંજુર કરવામાં આવી છે. આ
પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં 91,589 ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે કુલ રૂ. 311.87
કરોડ ઓનલાઇન બીલો તૈયાર કરી દેવામાં આવ્યા છે.
જે પૈકી અત્યાર સુધીમાં 68,787 ખેડૂતોને રૂ. 246.70 કરોડની સહાય ચૂકવવામાં આવી
છે.