ગુજરાતમાં 14 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે, બાકી રાજ્યોમાં 16 ડિસેમ્બર
નવી
દિલ્હી, તા. 11 : દેશનાં ચૂંટણીપંચે ગુરુવારે ગુજરાત સહિત પાંચ રાજ્ય અને એક કેન્દ્રશાસિત
પ્રદેશમાં મતદારયાદી સુધારણ (સર)ની સમયમર્યાદા લંબાવી હતી.
મધ્યપ્રદેશ,
છત્તીસગઢ, અંદમાન-નિકોબારમાં 18મી ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. ગુજરાત અને તામિલનાડુમાં
14 ડિસેમ્બર, ઉત્તરપ્રદેશ 26 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. અગાઉ ફોર્મ ભરવાની છેલ્લી
તારીખ 11 ડિસેમ્બર હતી, બાકીના રાજ્યોની મુસદ્દાયાદી 16 ડિસેમ્બરના જારી થશે. ચૂંટણીપંચે
જણાવ્યું હતું કે, ગોવા, પોંડિચેરી, લક્ષદ્વીપ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ માટે સમયસીમા
ગુરુવારે જ સમાપ્ત થશે.
આ રાજ્યોમાં
મુસદ્દા મતદારયાદી 16મી ડિસેમ્બરના જારી કરાશે. કેરળમાં પહેલાં જ છેલ્લી તારીખ 18 ડિસેમ્બર
કરી દેવાઈ હતી, જેની યાદી હજુ ડિસેમ્બરના જારી થશે.
ચૂંટણીપંચે
30 નવેમ્બરના ‘સર’ની સમયમર્યાદા એક સપ્તાહ લંબાવવાનો ફેંસલો કર્યો હતો. ચૂંટણીપંચે
કહ્યું હતું કે, દેશનાં 12 રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદારયાદી જારી થવા પહેલાં
રાજકીય પક્ષોને મૃત મતદારોની યાદી પૂરી પાડશે.