એડિલેડ
તા.10: ઇંગ્લેન્ડ વિરૂધ્ધના ત્રીજા એશિઝ ટેસ્ટની ઓસ્ટ્રેલિયાની ટીમ આજે જાહેર થઇ છે.
17 ડિસેમ્બરથી શરૂ થનાર ત્રીજા ટેસ્ટથી કાંગારૂ કપ્તાન પેટ કમિન્સ મેદાનમાં વાપસી કરી
રહ્યો છે. પ મેચની એશિઝ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા હાલ 2-0થી આગળ છે. શ્રેણી જીવંત રાખવા
માટે ઇંગ્લેન્ડ ટીમે એડિલેડમાં કરો યા મરો સમાન જંગ રમવો પડશે.
ઓસ્ટ્રેલિયા
ટીમ: પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવન સ્મિથ, સ્કોટ બોલેંડ, એલેકસ કેરી (વિકેટકીપર), બ્રેંડન
ડોગેટ, કેમરૂન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લીશ, ઉસ્માન ખ્વાઝા, માર્નસ લાબુશેન, નાથન
લિયોન, માઇકસ નેસર, મિચેલ સ્ટાર્ક, જેક વદરાલ્ડ અને બ્યૂ વેબસ્ટર.