રોહિત
પહેલા અને વિરાટ બીજા નંબર પર : બોલિંગ ક્રમાંકમાં કુલદીપ ત્રીજા ક્રમે પહોંચ્યો
દુબઇ,
તા.10: કિંગ કોહલીએ વન ડે ક્રિકેટમાં ફરી એકવાર પોતાનો દબદબો બનાવ્યો છે. દ. આફ્રિકા
સામેની શ્રેણીમાં બે સદી અને એક અર્ધસદી કરનાર વિરાટ કોહલીને આઇસીસી વન ડે બેટિંગ ક્રમાંકમાં
ફાયદો થયો છે. વર્ષ 2021માં પાકિસ્તાનના બાબર આઝમ દ્વારા નંબર વનનું સ્થાન છીનવાયા
પછી કોહલી હવે ફરી એકવાર ટોચના ક્રમની નજીક પહોંચી ગયો છે. ભારતનો પૂર્વ કપ્તાન રોહિત
શર્મા પહેલા સ્થાને યથાવત્ છે અને કોહલી તેનાથી ફકત 8 અંક દૂર રહી બીજા નંબર પર છે.
શ્રેણી અગાઉ તે ચોથા સ્થાને હતો.
રોહિત
શર્મા 781 રેટિંગ પોઇન્ટ સાથે વન ડે ફોર્મેટનો નંબર વન બેટર છે. તેના પછી બીજા નંબર
પર વિરાટ કોહલી છે. તેના રેટિંગ પોઇન્ટ 773 છે. આ પછી અનુક્રમે ડેરિલ મિચેલ (766),
ઇબ્રાહિમ ઝારદાન (764) અને શુભમન ગિલ (723) છે. ગિલ આફ્રિકા સામેની વન ડે શ્રેણી રમ્યો
ન હતો. આમ છતાં પાંચમા સ્થાને ટકી રહ્યો છે. શ્રેયસ અય્યર પણ 10મા નંબર પર ટકી રહ્યો
છે.
ટેસ્ટ
બેટિંગ ક્રમાંકમાં મોટા ફેરફાર નથી. જો રૂટ પહેલા સ્થાને છે. ટી-20 ફોર્મેટમાં ભારતનો
યુવા ખેલાડી અભિષેક શર્મા નંબર વન બેટર છે જ્યારે ટેસ્ટ બોલિંગ ક્રમાંકમાં જસપ્રિત
બુમરાહ અને ટી-20માં વરુણ ચક્રવર્તી ટોચ પર બિરાજમાન છે. વન ડે ફોર્મેટમાં અફઘાન સ્પિનર
રાશિદ ખાન ટોચ પર છે જ્યારે કુલદીપ યાદવ 3 સ્થાનના ફાયદાથી ત્રીજા નંબર પર આવી ગયો
છે. ઇંગ્લેન્ડનો જોફ્રા આર્ચર બીજા ક્રમે છે. એશિઝ સિરીઝના શાનદાર દેખાવને લીધે ઓસ્ટ્રેલિયન
પેસર મિચેલ સ્ટાર્ક કેરિયરના શ્રેષ્ઠ ત્રીજા ક્રમે આવી ગયો છે. તે બે ટેસ્ટમાં 18 વિકેટ
લઇ ચૂક્યો છે.