• શુક્રવાર, 12 ડિસેમ્બર, 2025

સંસદમાં ઈ-સિગરેટનું સેવન કરે છે TMC સાંસદ : અનુરાગ ઠાકુરનો આરોપ સ્પીકર ઓમ બિરલાએ કહ્યું, કાર્યવાહી કરવામાં આવશે

નવી દિલ્હી, તા. 11 :  સંસદના શિયાળુ સત્ર વચ્ચે ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે ટીએમસીના સાંસદ ઉપર ગંભીર આરોપ મુક્યો હતો. અનુરાગ ઠાકુરે દાવો કર્યો હતો કે ઘણા દિવસથી ટીએમસી સાંસદ સદનમાં બેસીને ઈ-સિગરેટ પી રહ્યા છે. જેના ઉપર લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સંજ્ઞાન લીધું હતું અને કહ્યું હતું કે કાર્યવાહી કરવામાં આવશે.

ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભામાં કહ્યું હતું કે, સદનની જાણકારી માટે છે કે દેશભરમાં ઈ સિગરેટ પ્રતિબંધિત થઈ ચૂકી છે તો શું સ્પીકરે મંજૂરી આપી છે ? ટીએમસીના સાંસદ ઘણા દિવસની ઈ સિગરેટનું સેવન કરી રહ્યા છે. અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, સદન એવી જગ્યા છે જેના ઉપર કરોડો લોકો આશા સાથે નજર રાખે છે. એટલે એવું કોઈપણ આચરણ સહન કરવું ન જોઈએ જે સંસદીય નિયમોને વિરુદ્ધ હોય. તેમણે આગ્રહ કર્યો હતો કે મુદ્દા ઉપર ધ્યાન આપવામાં આવે અને જરૂર પડે તો તપાસ કરાવવામાં આવે.

જેના ઉપર સ્પીકરે કહ્યું હતું કે તેઓ દરેક સભ્યોને આગ્રહ કરે છે કે સંસદીય પરંપરા અને નિયમોનું પાલન કરવું જોઈએ. ક્યારેય આવો વિષય સામે આવશે તો નિશ્ચિત રૂપથી કાર્યવાહી કરવામાં આવશે. સ્પીકરે કહ્યું હતું કે તેઓના સંજ્ઞાનમાં કોઈ ઔપચારિક ફરિયાદ નથી આવી પણ જો સામે આવશે અને પ્રમાણ મળશે તો કાર્યવાહી થશે. આ મામાલે ભાજપ સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું હતું કે ઈ સિગરેઠ પીવી દુર્ભાગ્યપૂર્ણ છે અને જો કોઈ સાંસદ આવી હરકત કરી રહ્યો છે તો આ બાબત વધારે દુર્ભાગ્યપૂર્ણ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક