• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

રાણાવાવમાં પ્રેમ સંબંધના મનદુ:ખમાં બે ભાઇઓ પર ધોકા-પાઇપથી હુમલો યુવાનની રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખસ વિરૂધ્ધ ફરિયાદ

પોરબંદર, તા.9: પોરબંદર નજીકના રાણાવાવમાં પ્રેમ સંબંધના મનદુ:ખમાં બે ભાઇઓ પર પાઇપ, ધારીયા અને ધોકા વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો છે જેમાં આ યુવાનના સમાજના ઉપપ્રમુખ તેના પત્ની અને ભત્રીજા સામે ગુનો દાખલ થયો છે.

રાણાવાવના વાગડીયાવાસમાં આવેલા વેલનાથપરા વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરીકામ કરતા  અનિલ ડાયા કુંગરાણી (ઉ.વ.21)એ રાણાવાવ પોલીસ મથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે  તે અને તેનો 18 વર્ષનો નાનો ભાઇ પ્રતાપ બંને તેના ઘરેથી પાન-માવાની દુકાને ગયા હતા અને ત્યાંથી પરત આવતા હતા ત્યારે તેમના જ લતામાં રહેતા તેમના સમાજના ઉપપ્રમુખ હીરાભાઇ રાજાભાઇ માયાણી અને તેની પત્ની શોભનાબેન તથા ભત્રીજો સુનિલ મગન માયાણી ત્યાં આવીને ફરિયાદી  અને તેના ભાઇ પ્રતાપને ગાળો આપી  લોખંડના પાઇપ, ધારીયુ અને ધોકા વડે હુમલો આરોપીએ કર્યો હતો. તેનો ભાઇ પ્રતાપ બચાવવા માટે વચ્ચે પડતા તેમની ઉપર પણ તે ત્રણેય તૂટી પડયા હતા. લોકો ભેગા થઇ જતા ત્રણેયે ધમકી આપી નાસી ગયા હતા અને બંનેને ભાવસિંહજી હોસ્પિટલે પહોંચાડયા હતા.

હોસ્પિટલના બિછાનેથી અનીલ ડુંગરાણીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં એવુ જણાવ્યું છે કે ત્રણ  મહિના પહેલા તેમના સમાજના પ્રમુખભાઇ હરીભાઇ સોંડાભાઇની ભાણેજ સાથે ફરિયાદી અનીલને પ્રેમસંબંધ હતો અને પછી હરીભાઇ સાથે સમાધાન થઇ ગયું હતું. તેથી મનદુ:ખ રાખીને માર મારવામાં આવ્યો હતો. આ અંગે રાણાવાવ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક