• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

સુરતની રાજ ટેક્સટાઈલ માર્કેટમાં આગ : લાખોનું નુકશાન

11 કલાકની જહેમત         બાદ આગ કાબૂમાં આવી

કામગીરી દરમિયાન            એક માર્શલને ઈજા

            અને બે ફાયર જવાનોને ગૂંગળામણ થતા હોસ્પિટલ ખસેડાયા  

            દુર્ઘટનામાં 20 જેટલી દુકાન બળીને ખાખ

સુરત, તા. 10 : સુરતના પર્વત પાટિયા ખાતે આવેલી રાજ ટેક્સટાઈલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આજે વહેલી સવારે લિફ્ટમાં આગ લાગતા સાતમા માળ સુધી ફેલાઈ હતી. ઘટના અંગે ફાયર વિભાગને જાણને થતા ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લઈ કાલિંગની કામગીરી ચાલી રહી હતી. તે વેળાએ જ બે દુકાનમાં ફરી લાગી હતી. જો કે ફાયર જવાનોની 11 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. હાલ ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રાયાસો કરવામાં આવી રહ્યા છે. આગને કાબૂમાં લેવાની કામગીરી દરમિયાન બે ફાયર જવાનોને ગૂંગળામણ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે એક માર્શલ પણ ઈજાગ્રસ્ત થયા છે. આગમાં 20 જેટલી દુકાનો બળીને ખાખ થઈ હોવાનુ અને  વેપારીઓના લાખો રૂપિયાના માલનું નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફાયર સૂત્રો પાસેથી મળતી વમાહિતી મુજબ પુણા પર્વત પાટીયા રોડ મીડાસ સ્ક્વેર પાસે આવેલી રાજ ટેક્ષટાઇલ માર્કેટમાં આજે સવારે લિફ્ટમાં લાગેલી આગ સાતમાં માળ સુધી ફેલાતા ધુમાડાના ગોટે ગોટા ઉંચે સુધી દેખાયા હતા. દરમિયાન માર્કેટની બાજુમાં આવેલા ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ રમાઈ રહી હતી. ત્યારે ક્રિકેટ ગ્રુપના સભ્યોએ રાજ ટેક્સટાઈલ માર્કેટના પ્રથમ અને બીજા માળે ધુમાડો નીકળી રહ્યો હોવાનું જોતા તાત્કાલિક તેઓએ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરી હતી. આગની જાણ થતા જ ફાયર ચીફ ઓફિસર, સબ ઓફિસર તેમજ ફાયર ઓફિસરો માનદરવાજા, ડુંભાલ, પુણા, ડિંડોલી, સરથાણા, ઉધના, મજૂરા, કતારગામ, જહાંગીરપુરા, વરિયાવ ખાતેની 19 જેટલી ફાયરની ગાડીઓ સાથે 150 વધુ ફાયર જવાનોના મોટા કાફલા સાથે સ્થળ ઉપર પહોંચી આગ પર કાબૂ મેળવી લઈ કાલિંગની કામગીરી ચાલી રહી હતી તે વેળાએ જ બે દુકાનમાં ફરી આગ ચાલુ થતા આગ ફરીવાર પ્રસરી હતી. જો કે ફાયર જવાનોની 11 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. હાલ ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રાયાસો કરવામાં આવી રહ્યા છે. આગને કાબૂમાં લેવાની કામ ગીરી દરમિયાન બે ફાયર જવાન યોગરાજ પાટીલ અને સંતરામ રામદાસ ત્રિકમને ગૂંગળામણ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યારે એક માર્શલ મહેશ ચાવડા પણ ઈજાગ્રસ્ત થયો છે. આગમાં 20 જેટલી દુકાનો બળીને ખાખ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ફાયર જવાનો જ્યારે આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવી રહ્યા હતા તે વેળાએ દુકાનનોના એસીમાં રહેલા ગેસ અને કપ્રેસરો ફાટવાની ઘટના બની હતી. આ આગ સવારે 7 વાગ્યે આગ લાગી હોવાથી માર્કેટ ખુલવાનો સમય હોય સદનસીબે માર્કેટમાં કોઈ ફસાયુ ન હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે 11 કલાક સુધી 15 લાખ લીટર પાણીનો મારો ચલાવ્યા બાદ પણ આગ કાબુમાં આવી નથી. ફાયર જવાનો દ્વારા આગ પર કાબૂ લેવાનો પ્રયાસો ચાલુ છે.

ઇ-પેપરના નવા શુલ્ક