આગામી
વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય : રાજકોટ સહિત ડઝન સ્થળોએ
15 ડિગ્રીથી નીચે તાપમાન
અમદાવાદ,
રાજકોટ, તા. 10: ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ટાઢોડું છવાઈ જવાના પગલે ધીમે ધીમે સૌરાષ્ટ્ર
કચ્છમાં પણ ઠંડીની લહેર પ્રસરી ચૂકી છે. જેની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં
પણ ગઈકાલથી ઠંડીનો ચમકારો વધ્યો છે. આજે 10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહેવા
પામ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે રાજયમાં 10 સ્થળોએ 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું
હતું.
ગુજરાતમાં
છેલ્લા 15 દિવસથી ઠંડીનો માહોલ જામ્યો છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે આગામી 7
દિવસ તાપમાન અને વાતાવરણ યથાવત્
રહેવાની
આગાહી દર્શાવી છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા ઠંડી ચાલુ રહેશે. નલિયામાં
લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાતા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. સૌરાષ્ટ્ર કચ્છમાં
સામાન્યથી નીચું તાપમાન નોંધાયું છે. કમોસમી વરસાદ બાદ ઠંડીમાં ધીમેધીમે વધારો થતો રહ્યો છે. જો કે, વચ્ચે બંગાળની ખાડીમાં
ઉદભવેલા વાવાઝોડાની અસર બાદ 10 દિવસ બાદ ફરી એકવાર ઠંડીની લહેર શરૂ થતા ગુજરાતમાં શિયાળો
જામ્યો છે.
હવામાન
વિભાગે જણાવ્યા મુજબ, આગામી 7 દિવસ એટલે કે 10થી 16 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં હવામાન
સામાન્ય રીતે શુષ્ક રહેવાની શક્યતા છે અને લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાનો અંદાજ
નથી. અમદાવાદ માટે હવામાન વિભાગે આકાશ સ્વચ્છ રહેવાનો અંદાજ આપ્યો છે, અને અહીં લઘુતમ
તાપમાન આગામી 24 કલાક માટે 16 ડિગ્રી સેન્ટિગ્રેડની આસપાસ રહેવાનું પૂર્વાનુમાન છે.
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો, જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તટીય ક્ષેત્રોનો
સમાવેશ થાય છે, ત્યાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફની રહેશે અને તેની ગતિ 15થી
20 નોટ સુધી રહેવાનો અંદાજ છે.
જામનગર:
શહેર અને જિલ્લામાં અગાઉ ઠંડીનો પારો નીચે સરકીને 12.5 ડીગ્રી સુધી નીચે આવ્યો હતો,
પરંતુ ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો હતો, અને ઠંડોનો પારો 20.0 ડિગ્રી સુધી ઉપર
પરત થયો હતો. પરંતુ તેમાં ગઈકાલથી પરિવર્તન આવ્યું છે. જામનગર શહેર અને જિલ્લામાં અગાઉ
ઠંડીનો પારો નીચે સરકીને 12.5 ડીગ્રી સુધી નીચે આવ્યો હતો.