• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

તળાજામાં યુવાન પર પૂર્વ કોર્પોરેટર-પુત્રનો છરીથી હુમલો

તળાજા, તા.11 : તળાજાના દીનદયાળનગરમાં રહેતા અને હત્યાના ગુનામાં નિર્દોષ છુટેલા સાહીલ ઈકબાલ સેલોત નામના યુવાન પર જૂની અદાવતનો ખાર રાખીને પૂર્વ કોર્પોરેટર હરેશ ખીમા બારૈયા અને તેના પુત્રએ ઝઘડો કરી છરીથી હુમલો કરતા ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવના પગલે હોસ્પિટલ ખાતે ટોળું એકઠું થઈ જતા પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ બનાવ અંગે પોલીસે સાહીલ સેલોતની ફરિયાદ પરથી પિતા-પુત્ર સામે ગુનો નોંધ્યો હતો. આ અંગે પૂર્વ કોર્પોરેટર હરેશ બારૈયાએ જણાવ્યું હતું કે રોડ બનાવવાનું કામ અહીં ચાલતું હોય તેના કારણે રસ્તો બંધ કરેલ હતો અને સાહીલે ત્યાં આવી ઝઘડો કર્યે હતો અને છરી કાઢતા તેની છરી પોતાને જ લાગી ગઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક