• મંગળવાર, 14 જાન્યુઆરી, 2025

ધ્રાંગધ્રાનાં કૂડા ગામે વૃદ્ધની હત્યા કરનાર શખસ ઝડપાયો

વાડીમાં પાણી વાળવા મુદ્દે થયેલી તકરાર બાદ તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી ફરાર થયો’તો

ધ્રાંગધ્રા, તા.13 : ધ્રાંગધ્રાનાં કૂડા ગામે વાડીમાં પાણી વાળવા બાબતે થયેલી બોલાચાલી બાદ વૃદ્ધની હત્યાના બનાવમાં પોલીસે આરોપીને દબોચી લીધો હતો. કંકાવટી ગામે રહેતા માવજીભાઈ કાનાભાઈને કુડા ગામે આવેલી વાડીમાં ગત 11મીના રોજ પાણી વાળવા બાબતે વાડી માલિક અર્જુન ચતુર કોળી સાથે બોલાચાલી થઈ હતી. બાદમાં અર્જુને ઉશ્કેરાઈને માવજીભાઈને તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. જેમાં માવજીભાઈનું મૃત્યુ થયું હતું. બાદમાં અર્જુન ફરાર થયો હતો. ઘટના અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી તેને હળવદનાં વેગડવા ગામેથી પકડી પાડયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક