• મંગળવાર, 14 જાન્યુઆરી, 2025

રાજકોટમાં મહિલા સાથે રૂ.17.44 લાખની ઠગાઈ પ્રકરણમાં વલસાડના શખસની ધરપકડ

10.પ0 લાખની રકમ બેન્ક ખાતામાં જમા થઈ’તી : મુંબઈના શખસની શોધખોળ

રાજકોટ, તા.13 : દોઢસો ફૂટ રિંગ રોડ પર રુક્મિણી હાઇટ્સમાં રહેતાં નિશાબેન યશવંતભાઈ પેઢડિયા નામની મહિલાને સોશિયલ મીડિયા મારફત શેરબજારમાં રોકાણના બહાને અને ઉંચા વળતરની લાલચ આપી રૂ.17.44 લાખની ઠગાઈ કરવામાં આવતા નીશાબેને સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગુનો નોંધી જુદા જુદા બેન્ક ખાતા સંદર્ભે તપાસ હાથ ધરી હતી.

દરમિયાન પોલીસે આ પ્રકરણમાં વલસાડના ઉદવાડા વિસ્તારમાં સન રેસિ.માં રહેતા હરીશ વેલજી ભાનુશાળી નામના શખસને ઝડપી લીધો હતો અને હરીશની પૂછતાછમાં વલસાડ ખાતે મુંબઈના શખસનો પરિચય થયો હતો અને ત્યાંથી એકાઉન્ટ ભાડે મેળવવા સહિતની કામગીરી માટે એક ફર્નિચર સાથે દુકાન આપવામાં આવી હતી અને હરીશને પગારથી કામે રાખ્યો હતો. આ રૂ.17.44 લાખની ઠગાઈમાંથી રૂ.10.પ0 લાખની રકમ હરીશનાં ખાતામાં જમા થઈ હતી. પોલીસે રિમાન્ડ પર લેવાની તજવીજ કરી મુંબઈના સૂત્રધારની શોધખોળ શરૂ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક