રાજકોટ, તા.1ર : સુરેન્દ્રનગર
જીલ્લાની વતની અને હાલમાં નવાગામ બામણબોરમાં રહેતી પરિણીતાને ચોટીલા પંથકમાં રહેતા
કૌટુંબિક દિયરે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરી ફોટા પાડયા હોય તે બતાવી ધરાર સંબંધ રાખવા ફોટા
વાયરલ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કૌટુંબિક દિયર સામે ગુનો
નોંધી ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત એવી છે કે, નવાગામ
બામણબોરમાં રહેતી એક પરિણીતાએ ચોટીલાના ભોજપરી ગામ રહેતા કૌટુંબિક દિયર ગોરધન મનુ વાલાણી
નામના શખસ વિરુધ્ધ બ્લેકમેઈલીગ કરી દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા એરપોર્ટ પોલીસે ગુનો નોંધી ઝડપી લીધો હતો.
આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી
તપાસમાં નવાગામ બામણબોરમાં રહેતી અને ઘેર બેઠા ઈમીટેશનનું કામકાજ કરી પરિવારનુ ગુજરાન
ચલાવતી એક પરિણીતા ત્રણેક વર્ષ પહેલા ભોજપરી ગામે રહેતા કૌટુંબિક દિયર ગોરધન મનુ વાલાણીના
સંપર્કમાં આવી હતી અને બાદમાં ગોરધન વાલાણીએ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્ન
કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું અને પરિણીતાના ફોટા પાડી લીધા હોય
તે બતાવી સંબંધ રાખવા દબાણ કરતો હતો અને વાયરલ કરવાની ધમકી આપી હતી અને બાદમાં સંબંધ
નહી રાખે તો મારી નાખવાની ધમકી આપી હતી અને ગોરધને આ ફોટા તેના વોટસએપના સ્ટેટસમાં
ફોટા રાખી વાયરલ કર્યા હતા અને મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે ગોરધન વાલાણી સામે
ગુનો નોંધી ઝડપી લઈ વધુ તપાસ
હાથ ધરી હતી.