• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

ગુજરાતની સૌથી સુરક્ષિત ગણાતી જેલમાંથી ચકમો આપી કેદી ફરાર બીમાર હોવાથી સાબરમતી જેલ હોસ્પિટલમાં ખસેડાયો’તો

અમદાવાદ, તા.11 :ગુજરાત પોલીસ બેડામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. સાબરમતી સેન્ટ્રલ જેલ ગુજરાતની સૌથી મોટી સુરક્ષિત જેલ હોવાના દાવા કરવામાં આવે છે ત્યારે હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો આરોપી ચકમો આપી ફરાર થઇ જતાં પોલીસ બેડાનું નાક કપાયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ખાતે આવેલી સાબરમતી જેલમાં મનુજી ઠાકોર નામનો આરોપી હારીજમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો.આ આરોપી બિમાર હોવાથી જેલની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. આ દરમિયાન તે પોલીસને ચકમો આપી જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો. જેને લઇને રાણીપ પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં રાજકોટમાં જેલમાં બંધ આરોપીના કેસની ટ્રાયલ શરૂ થતાં પોલીસ જાપ્તા સાથે અમદાવાદ ખાતે આવેલી સિટી સેસન્સ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો ત્યારે પાકા કામનો આ આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક