• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

જામનગરમાં મહારાષ્ટ્રના સાંસદ સામેની ફરિયાદ રદ કરવાની માગ હાઇ કોર્ટે નામંજૂર કરી

જામનગર, તા.18 : જામનગરમાં સુન્નિ મુસ્લિમ દ્વારા આયોજિત સમૂહ લગ્નના એક પ્રસંગમાં ડિસે.ર0ર4માં હાજરી આપ્યા બાદ સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક  અને વિવાદિત શાયરી અપલોડ કરવાનાં પ્રકરણમાં મહારાષ્ટ્રના રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપગઢી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદ કરવા માટે સાંસદે હાઇ કોર્ટમાં પિટિશન દાખલ કરતા હાઇ કોર્ટે રદ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, જામનગરમાં અલ્તાફ ગફાર ખફીના જન્મદિવસ નિમિત્તની ઉજવણી અનુસંધાને સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા સમૂહલગ્ન યોજવામાં આવ્યા હતા ત્યારે મહારાષ્ટ્રના રાજ્યસભાના સાંસદ અને જાણીતા કવિ ઈમરાન પ્રતાપગઢીએ સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક અને કોમી વૈમનસ્ય સજાય તેવો વીડિયો અપલોડ કર્યે હતો. આ અંગે એઁ ડિવિ પોલીસે સાંસદ ઈમરાન વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ મામલે સાંસદ ઈમરાન દ્વારા ખોટી ફરિયાદ નોંધાઈ હોવા સહિતની બાબતો રજૂ કરી હાઇ કોર્ટમાં આ ફરિયાદ રદ કરવા પિટિશન દાખલ કરી હતી અને હાઇ કોર્ટે આ પિટિશન રદ કરતો હુકમ કર્યે હતો.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કાલથી ઇંગ્લેન્ડ વિરુદ્ધની T-20 શ્રેણીનો પ્રારંભ ઇડન ગાર્ડનમાં શમીની જોરદાર બોલિંગ પ્રેક્ટિસ January 21, Tue, 2025