• સોમવાર, 10 નવેમ્બર, 2025

શેરબજારમાં રોકાણ કરાવી 59 લાખની છેતરપિંડી આચરનાર ટોળકી ઝડપાઈ

37 લાખ રોકડા, ચેક બૂક, અલગ અલગ ડેબિટ અને અન્ય કાર્ડ, પાસબૂક, અનેક સીમ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે

અમદાવાદ, તા.19: અમદાવાદમાં શેરબજારમાં વધુ વળતરની લાલચ આપી વૃધ્ધ સાથે 59 લાખની છેતરપીંડી આચરનાર ટોળકીના 3 આરોપીને અમદાવાદ સાયબર ક્રાઈમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓ પ્રકાશ પરમાર, પ્રિયંક ઠક્કર અને કેવલ ગઢવે અલગ અલગ મોડેસ ઓપરેન્ડી થકી લોકોને રોકાણ કરાવી રૂપિયા પડાવી લેતા હતા. આ ગેંગમાં સામેલ ગાવિંદની કચ્છ પોલીસે 4 દિવસ પહેલા ધરપકડ કરી હતી. આ ગેંગ લોકોને શેરમાર્કેટમાં વધુ નફા માટે ટિપ્સ આપીશું તેમ કહી વોટ્સએપ ગ્રૂપમાં જોડીને પહેલા થોડો નફો આપીને વિશ્વાસમાં લેતા અને બાદમાં છેતરાપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે આ ગેંગના મુખ્ય આરોપીઓ કંબોડિયા, વિયેતનામ સહિત અન્ય દેશમાં છે અને ઈન્ડિયામાં એજન્ટ રાખીને કૌભાંડ ચલાવતા હતા. 

પોલીસ તપાસમાં આરોપી પ્રકાશ પરમારનું ખાતુ ખોલાવી પ્રિયંક ગેમીંગ અને છેતરાપિંડીના રૂપિયા જમા કરાવતો હતો. જે28 લાખ રૂપિયા પ્રકાશે ગાવિંદ નામના આરોપીને આપ્યા હતા. પ્રિયંક અન્ય આરોપીઓના બેન્ક એકાઉન્ટ ખોલાવી આપવામાં મદદ કરતો હતો અને કેવલ ગઢવીની ઓફિસમાં બેસી +44 કોડના નંબરની મદદથી રેકેટ ચાલતું હોવાનું સામે આવ્યું છે. આરોપી કેવલની ઓફિસે તપાસ કરતા 37 લાખ રોકડા, ચેક બુક, અલગ અલગ ડેબિટ અને અન્ય કાર્ડ, પાસબુક, અનેક સીમ કાર્ડ સહિત અન્ય મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપી ગાવિંદ અને ફરાર અન્ય આરોપીઓ રૂપિયાની છેતરાપિંડી કરીને આ રૂપિયાને અમેરિકન ડોલરમાં બદલીને વિદેશમાં બેઠેલી ગેંગને મોકલી આપતા હતા અને જે પૈકી આ આરોપીઓને 10થી 15 ટકા કમિશન મળતું હોવાનું સામે આવ્યું છે. આ અંગે સાયબર ક્રાઇમ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.  

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025