• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

જામનગરમાં નિવૃત્ત પ્રોફેસરના 50 લાખ પડાવનાર ઝબ્બે

ઊંચાં વળતરની લાલચ આપી કરી હતી ઠગાઈ : પોલીસે ઇન્દોરથી દબોચી લીધો

જામનગર, તા.20 : જામનગરમાં નિવૃત્ત પ્રોફેસરને આર્થિક રોકાણમાં ઊંચા વળતરની લાલચ આપી રૂ.50 લાખની ઠગાઈ કરનાર ઇસમને પોલીસે ઇન્દોરથી દબોચી લીધો હતો.

ખેતીવાડી બજાર સંશોધન કેન્દ્રમાંથી નિવૃત્ત થયેલા પ્રોફેસર સામજીભાઇ ડાયાભાઇ અટારા (ઉં.વ.72) શેર બજારમાં રોકાણ કરતા હતા. આ દરમિયાન થોડા મહિનાઓ પહેલાં સ્વેતા મેડમના નામે આવેલા કોલમાં તેણીએ કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપીને કંપની વતી શેર માર્કેટમાં રોકાણ માટે નિવૃત્ત પ્રોફેસરને જણાવ્યું હતું જે બાદ કંપનીના મેનેજર તરીકેની ઓળખ આપી અંકિતભાઇનો કોલ આવ્યો હતો જે બાદ શેર માર્કેટની ટિપ્સ આપવાના બહાને તથા ઇક્વિટી તેમજ કોમોડિટીમાં આ કંપની થકી શેર માર્કેટમાં નાણાંનું રોકાણ કરીને વધુ નફો કમાવવાની લાલચ આપી હતી. જેથી પ્રોફેસર વધુ નફો કમાવવાની લાલચમાં આવી જઇને કટકે કટકે આ ચીટર ટોળકીએ આપેલા બેન્ક એકાઉન્ટમાં રૂ.97 હજાર તેમજ બીજા બેન્ક એકાઉન્ટમાં રૂ.22,95,100 ટ્રાન્સફર કર્યા હતા તેમજ બન્ટી શર્મા નામનો શખસ જામનગરમાં બે વખત આવીને પ્રોફેસર પાસેથી રોકડ રૂ.8,25,000 મળીને કુલ રૂ.32,17,100 પડાવી લીધા હતા. તેમ છતાં આ ચીટર ટોળકીને સંતોષ ન થતાં પ્રોફેસર પાસે તેમની પત્નીના મારવાડી શેર એન્ડ ફાઇનાન્સ લિમિટેડનાં ડીમેટ એકાઉન્ટમાં રહેલા રૂ.17,96,228ના શેર ગીરવે રખાવ્યા હતા.

તે શેર પણ વેચી નાખીને કુલ રૂ.50,13,328 લઈને કોઈપણ જાતનું શેર માર્કેટમાં વળતર નહીં આપી તેમજ રોકેલાં નાણાં પણ પરત નહીં આપીને ઓનલાઇન છેતરપિંડી આચરી હતી. પ્રોફેસરને જાણ થઈ કે, તેમની સાથે ચીટિંગ થયું છે. જેથી તે જામનગરની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પ્રોફેસરની ફરિયાદ પરથી સ્વેતા મેડમ, અંકિતભાઈ અને બન્ટી શર્મા નામના શખસો સામે છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જે અંગેની પીઆઇ આઇ. એ. ધાસુરાએ તપાસ હાથ ધરીને પીએસઆઇ એન.પી. ઠાકુર સહિતની ટીમને ઇન્દોર ખાતે મોકલી હતી. જ્યાં એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે અને જામનગર લાવવામાં આવી રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025