• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

અમદાવાદમાં ફરી 27 લાખના એમડી ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયો

અગાઉ ચરસના ગુનામાં 10 વર્ષની સજા ભોગવી ચૂક્યો છે: સપ્લાયની શોધખોળ

અમદાવાદ, તા.20: ગુજરાત એટીએસએ અમદાવાદના લાલ દરવાજા પાસેથી રૂ.27 લાખના એમડી ડ્રગ્સ સાથે પેડલર ફરહાન શેખની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અગાઉ પણ 20 કિલો જેટલા ચરસ સાથે પોલીસના હાથ ઝડપાઈ ચૂક્યો છે. પોલીસ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આ ડ્રગ્સ સપ્લાય સાથે સંડોવાયેલા અન્ય આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

આરોપી પાસેથી 55 ગ્રામ જેટલો સફેદ પાઉડર મળી આવ્યો હતો. ફરહાને તો સફેદ પાઉડર એમડી ડ્રગ્સ હોવાની કબૂલાત કરી લીધી હતી પરંતુ એટીએસની ટીમે એફએસએલની મદદ લીધી હતી. એફએસએલની ટીમે સફેદ પાઉડરનું પરીક્ષણ કરતા તે એમડી ડ્રગ્સ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. રિપોર્ટ આપતાની સાથે એટીએસની ટીમે ફરહાનની ધરપકડ કરી લીધી હતી. એટીએસની કચેરીમાં ફરહાનની આગવી સ્ટાઇલથી પૂછપરછ થતા તેણે અનેક ચોંકાવનારી કબૂલાત કરી છે. ફરહાન કોની પાસેથી ડ્રગ્સ લાવે છે તેની માહિતી એટીએસને આપી દીધી હતી. એટીએસની ટીમે ડ્રગ્સ માફિયાને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ફરહાન ડ્રગ્સ માફિયા તરીકે પંકાયેલો છે, તેવું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ફરહાન પહેલાં ચરસનો ધંધો કરતો હતો, જેમાં તેની ધરપકડ થઈ હતી. ચરસના કેસમાં ફરહાન દસ વર્ષ સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહીને આવ્યો હતો. જેલની સજા પૂરી થયા બાદ ફરહાન બહાર આવ્યો હતો અને જ્યાં તેણે એમડી ડ્રગ્સનો ધંધો શરૂ કરી દીધો હતો. ફરહાનની ધરપકડ બાદ ડ્રગ્સના મોટા માથાની સંડોવણી ખૂલે તેવી શક્યતાઓ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025