મોરબી, તા.ર0 : માળીયા તાબેના
મોટા દહીંસરા ગામે ઓરડીમાં ગુંગળામણ થવાથી
બે પરપ્રાંતીય યુવાનોના મૃત્યુ નિપજયાનો બનાવ પોલીસમાં નેંધાયો હતો. આ અંગે
પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, મોટા દહીંસરા ગામે રેલ્વે ફાટક પાસે રમેશભાઈ
રાઠોડની ઓરડીમાં રહેતા કુલદીપકુમાર ચરામણ મહંતો અને ગોપાલકુમાર ગીરધારી મહંતો નામના
બન્ને પરપ્રાંતીય યુવાનો રાત્રીના જમીને ઓરડીમાં સુઈ ગયા હતા અને બીજા દિવસે સવારે
બન્ને યુવાનો ઉઠયા ન હોય સાથે કામ કરતા અન્ય મજુરોએ તપાસ કરતા બન્ને યુવાનો બેભાન હાલતમાં
મળી આવતા તાકીદે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ફરજ પરના તબીબે બન્ને યુવાનોને મૃત
જાહેર કર્યા હતા.
આ બનાવ અંગેની જાણ થતા પોલીસ
સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.પોલીસની પ્રાથમિક
તપાસમાં તબીબના જણાવ્યા મુજબ બન્ને યુવાનોના ગુંગળામણથી મૃત્યુ નિપજયા હતા.પોલીસે જરૂરી
કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.