• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

વિરમગામની હોસ્પિટલમાં યુવાનનાં મૃત્યુ બાદ પરિજનોની તોડફોડ

આઇસીયુમાં યુવાનનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ થયાનો પરિવારજનોનો આક્ષેપ

વિરમગામ, તા.18: વિરમગામની હોસ્પિટલમાં યુવાનનું મૃત્યુ નીપજતાં મૃતકના પરિવાર દ્વારા હોબાળો થયો હતો. તબીબ પર આક્ષેપ કરી પરિજનોએ તોડફોડ કરી હતી.

વિરમગામની જૂની મિલની ચાલીમાં રહેતા હરેશ લક્ષ્મણભાઈ ઠાકોર (ઉં.વ.35)ને વણી ગામ નજીક અકસ્માત નડયો હતો. જેની તેને પહેલાં સરકારી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે શિવ હોસ્પિટલમાં ખસેડાયો હતો. દરમિયાન યુવાન સવાર સુધીમાં સભાન અવસ્થામાં બોલતો ચાલતો હતો. બાદમાં તેની તબિયત લથડતા આઇસીયુમાં ખસેડાયો હતો. જ્યાં તેનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ નીપજ્યું હતું. જેથી મૃતકના પરિજનો અને મિલ ચાલીના રહીશોએ તબીબ પર આક્ષેપ કરી તોડફોડ કરી હતી. બનાવને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કાલથી ઇંગ્લેન્ડ વિરુદ્ધની T-20 શ્રેણીનો પ્રારંભ ઇડન ગાર્ડનમાં શમીની જોરદાર બોલિંગ પ્રેક્ટિસ January 21, Tue, 2025