• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

ટેઇક ઓફ વખતે પેરાગ્લાઇડર ન ખૂલતાં અમદાવાદની 19 વર્ષની યુવતીનું મૃત્યુ

હિમાચલ પ્રદેશનાં ધર્મશાલામાં બની દુર્ઘટના : યુવતી અને પાઇલટ 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યા, પાઇલટને ઈજા

અમદાવાદ, તા.19 : હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં ઇન્દ્રુનાગ સાઇટ પર ટેન્ડમ પેરાગ્લાઇડિંગ ફ્લાઇટ કરતી વખતે ગુજરાતની એક યુવતીનું મૃત્યુ થયું હતું. પેરાગ્લાઇડર ટેક ઓફ કર્યા બાદ તરત જ ઊંડી ખાઈમાં પડી જવાને કારણે આ ઘટના બની હતી. ગુજરાતના અમદાવાદની 19 વર્ષની પ્રવાસી યુવતીનાં મૃત્યુથી પરિવારજનો શોકમાં છે. આ અકસ્માતમાં પેરાગ્લાઇડર પાઇલટને સામાન્ય ઈજા થઈ છે. પાયલટને ઝોનલ હોસ્પિટલ ધર્મશાળામાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે મૃતકની ઓળખ ખુશી જીજ્ઞેશભાઈ ભાવસાર ઉંમર વર્ષ 19 તરીકે થઈ છે. જેઓ અમદાવાદના નારણપુરા સ્થિત સહજાનંદ એવન્યૂ ટોરેન્ટ પાવર લિમિટેડ પાસે રહે છે. ધર્મશાળાના તાહુ ચોલા નિવાસી પ્યારે લાલના પુત્ર પાયલટ મુનિશ કુમારે ટેન્ડમ ફ્લાઇટ ઉડાવી હતી. ઈન્દ્રનાગ સાઇટ પરથી અયોગ્ય રીતે ટેકઓફ કરવાને કારણે પેરાગ્લાઇડર અકસ્માતનો ભોગ બન્યો હતો. દુર્ઘટના બાદ મહિલા પ્રવાસી અને પાયલટને ઝોનલ હોસ્પિટલ ધર્મશાળા લઈ જવામાં આવ્યા હતા પરંતુ તબીબોએ પ્રવાસી યુવતીને મૃત જાહેર કરી હતી જ્યારે પાયલોટની સારવાર ચાલી રહી છે. મહિલા પ્રવાસી ગુજરાતની હતી અને તેના પરિવાર સાથે ધર્મશાળાની મુલાકાતે આવી હતી. તે જ સમયે, પેરાગ્લાઇડરના ક્રેશને કારણે, સુરક્ષાને લઈને મોટા પ્રશ્નો ફરીથી ઉભા થવા લાગ્યા છે કે કેમ આ ઘટના સાંજે 5:55 વાગ્યે બની હતી. ખાસ વાત એ છે કે પેરાગ્લાઇડિંગને સાંજે 5 વાગ્યા સુધી જ મંજૂરી આપવામાં આવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કાલથી ઇંગ્લેન્ડ વિરુદ્ધની T-20 શ્રેણીનો પ્રારંભ ઇડન ગાર્ડનમાં શમીની જોરદાર બોલિંગ પ્રેક્ટિસ January 21, Tue, 2025