અમદાવાદ, તા.15 : ગુજરાતમાં ધોરી માર્ગો ઉપર પોલીસની ધોંસ વધતા હવે નશાના કારોબાર કરનારા શખ્સો માદક પદાર્થના જથ્થાની રેલ્વેમાં હેરાફેરી કરી રહ્યા છે. અમદાવાદમાં કાલુપુર રેલવે પોલીસે કાંકરિયા યાર્ડ પાસે ટ્રેનમાંથી ઓરિસ્સાના બે શખસને રૂ. 1.73 લાખના ગાંજાના જથ્થા સાથે પકડી પાડયા હતા. આ અંગે કાલુપુર રેલવે પોલીસે ઓરિસ્સાના ત્રણ શખસો સામે ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ નડિયાદથી
મણિનગર વચ્ચે ટ્રેનમાં અજાણી વ્યક્તિ ગાંજાનો જથ્થો લેવા આવાવાનો હતો પરંતુ સિગ્નલ
ન મળતાં ટ્રેન રોકાઇ અને કાંકરિયા રેલવે યાર્ડ
પાસે ટ્રેનમાંથી ઊતરતી વખતે શખ્સ ઝડપાયો હતો. કાલુપુર રેલ્વે પોલીસમાં સ્ટેશનમાં ફરજ
બજાવતા હેડ કોન્સ્ટેબલ હાર્દિકભાઈએ કાલુપુર રેલ્વે પોલીસમાં ઓરિસ્સાના વતની સુરેશ તથા
ચિતરંજ અને પપ્પુ સામે ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે સાંજે તેઓ ગોમતીપુરથી કાંકરિયા યાર્ડ
વિસ્તારમાં પેટ્રોલીગ કરી રહ્યા હતા. તે સમયે પૂરી અમદાવાદ ટ્રેન આવી હતી અને સિગ્નલ
ન મળ્યું હોવાથી ટ્રેન ઊભી રહી હતી. આ સમયે બે પેસેન્જર કોલેજિયન બેગ સાથે ઉતર્યા હતા.
પોલીસને શંકા જતાં બેગની તલાશી લેતા
તેમાંથી રૂ.1.73 લાખની કિમતનો
17.350 કિ.ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓને
ઓરિસ્સાના પપ્પુએ આપ્યો હતો અને આ જથ્થો નડિયાદથી અમદાવાદ વચ્ચે કોઈક અજાણી વ્યક્તિ
લેવા આવવાની હતી અને બંને યુવકોને રૂ.3000 મળવાના હતા. આ ઘટના અંગે કાલુપુર રેલવે પોલીસે
ઓરિસ્સાના ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ કરી ફરાર આરોપીની શોધખોળ
હાથ ધરી છે.