જથ્થાબંધ
ફુગાવો 0.85 ટકાથી ઘટીને 0.39 ટકા
નવી
દિલ્હી, તા.16: રિટેલ ફુગાવા બાદ હવે જથ્થાબંધ મોંઘવારી પણ 14 માસનાં નીચલા સ્તરે પહોંચી
ગઈ છે. આજે જાહેર થયેલા આંકડા અનુસાર જથ્થાબંધ ફુગાવો 0.8પ ટકાથી ઘટીને 0.39 ટકા થઈ
ગયો છે.
ઉદ્યોગ
મંત્રાલયનાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યત્વે ખાદ્યચીજો, ઈલેક્ટ્રિસિટી,
મેન્યુફેક્ચરીંગ ઉત્પાદનો, કેમિકલ અને પરિવહનનાં સાધનોની કિંમતમાં આવેલો ઘટાડો આનું
મુખ્ય કારણ છે. મે 2025નાં મહિના માટે જથ્થાબંધ ભાવાંક માસિક પરિવર્તનનાં આધારે એપ્રિલ
2025ની તુલનામાં -0.06 ટકા રહ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરવામાં
આવતા આંકડામાં જાણવા મળે છે કે, પ્રાથમિક જરૂરિયાતની ચીજોનો આંક એપ્રિલ માસનાં 184.4થી
0.05 ટકા ઘટીને મે માસમાં 184.3 થઈ ગયો છે. ખાદ્યચીજોનાં ભાવ એપ્રિલની તુલનામાં વધ્યા
છે. ઈંધણ અને વીજળીનો આંક એપ્રિલનાં 148.1થી ઘટીને 146.7 થઈ ગયો છે.