ગોંડલ,
તા.16: ગોંડલમાં માલધારી હોટલ પાછળ મુરલીધર સોસાયટીમાંથી 6 જુગારીઓને જુગાર રમતા કુલ
રૂ.1,29,500ના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
એલ.સી.ની
શાખાની પો.ઈન્સ. વી.વી.ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો.સબ ઈન્સ. એચ.સી.ગોહીલ
સ્ટાફના ઈન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, બાલકૃષ્ણ ત્રિવેદી, અનિલભાઈ ગુજરાતી સહિત
પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલી હકિકતનાં આધારે ગોંડલ નેશનલ હાઈવે માલધારી હોટલ
પાછળ મુરલીધર સોસાયટીમાં વુપુલભાઈ જમનભાઈ ગજેરાના ભાડાના રહેણાંક મકાનમાં જુગાર રમી
રહેલા વિપુલભાઈ જમનભાઈ ગજેરા, નિલેશભાઈ ભોગીભાઈ બોરિયા, પરાગભાઈ જેન્તીભાઈ ગજેરા, વિવેકભાઈ
વિજયભાઈ અપારનાથી, હરેશભાઈ જેરામભાઈ ઠુંમ્મર તથા મેહુલભાઈ ઉર્ફે ઘુસો જેરામભાઈ ઠુંમ્મર
તમામને રોકડા રૂ.49,000 મોબાઈલ ફોન નંગ-6, કિ.રૂ.30,પ00 તથા બે વાહન કિ.રૂ.પ0,000 સહિતનાં
મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.