બોટાદ,
તા.16: બોટાદ શહેરમાં મોડી રાત્રિના સુમારે બોટાદના નામચીન જગદીશ ગોરની 7 શખસોએ છરીના
આડેધડ ઘા મારી કરપીણ હત્યા કરાયા બાદ બોટાદ પોલીસે સાત આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં
રજૂ કરાતાં આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા.
બોટાદ
જિલ્લામાં સમાધાન બાબતની માથાકૂટમાં બોટાદ શહેરનાં પાળીયાદ રોડ ઉપર આવેલ સૂર્યા ગાર્ડન
પાસે નામચીન જગદીશ ગોરની સાત શખસોએ તા.11.6.25 ના રોજ અલ્ટો કારથી ટક્કર મારી પછાડી
દઈ ત્યાર બાદ ઘાતક હથિયારો વડે યુવકની કરપીણ હત્યા કરવામાં આવી જે સંદર્ભે મૃતક યુવકના
પત્નીએ હત્યા કરનાર તમામ આરોપીઓ સામે હત્યાનો
ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે સાત આરોપીઓ જેમાં નરેશભાઈ ચાવડા, અનિરુદ્ધભાઈ
ઉર્ફે પોપટ ચાવડા,મહાવીરભાઈ ચાવડા, ભગીભાઈ ચાવડા નાગરાજભાઈ ચાવડા, યોગેશભાઈ અને વનરાજભાઈ
ખાચરની ધરપકડ કરી છે. તમામ આરોપીઓને બોટાદની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ આરોપીઓના
ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.