• શનિવાર, 01 નવેમ્બર, 2025

ભાવનગરના તણસા ગામ પાસે એસ.ટી. બસે પદયાત્રીઓને અડફેટે લીધા, 1નું મૃત્યુ

આણંદ જીલ્લાના પદયાત્રીઓ ઉંચા કોટડા મંદિરે દર્શન કરવા જતા હતા : ચાર ઘવાયા

તળાજા, તા.ર9: આણંદ જીલ્લાના પદયાત્રીઓ ઉંચા કોટડા સ્થિત ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરવા માટે ચાલીને જતા હતા ત્યારે ભાવનગરના તળાજા હાઈવે પર તણસા ગામ પાસે એસ.ટી.બસે પૂરઝડપે આવી પદયાત્રીઓને અડફેટે લેતા એકનું મૃત્યુ નિપજ્યુ હતું. જ્યારે પાંચને સારવાર માટે ખસેડાયા હતા.

મળતી વિગતો મુજબ આણંદ જિલ્લામાંથી માં ચામુંડાના ત્રીસેક જેટલા ભક્તો પગપાળા મહુવા તાલુકાના ઉંચા કોટડા સ્થિત માતાજીના મંદિરે આવી રહ્યા હતા. આ સંઘ તણસા ગામ વટી તળાજા તરફ આવી રહ્યો હતો. તે સમયે એસ.ટી.બસના ચાલકે નંદની હોટલથી આગળ આવતી છેક ખોડિયાર હોટલ સુધી પદયાત્રીઓ અને તેના વાહનને હડફેટે લેવાનું શરૂ કર્યુ હતું. જેમાં પદયાત્રી રાજીભાઈ મંગાભાઈ રાવળ (ઉ.પ6)નું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યુ હતું. જ્યારે તેમના પૌત્ર સાવન સહિતના પાંચેક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવના પગલે પાંચ જેટલી 108 એમ્બ્યુલન્સને કોલ કરી દોડાવવામાં આવી હતી. સૂત્રોએ ઉમેર્યુ હતું કે, એસ.ટી.ના ચાલકે તણસા બ્રિજ વટીને જ એક સોળવદરી ગામના વ્યક્તિને અડફેટે લીધો હતો. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

 


 

ઇ-પેપરના નવા શુલ્ક