• રવિવાર, 14 ડિસેમ્બર, 2025

જસદણ પંથકમાં માસુમ બાળકી ઉપર દુષ્કર્મ

રૂરલ એલસીબીની ટીમે મધ્યપ્રદેશના શખસને દબોચી લીધો

જસદણ, તા.9: જસદણ પંથકમાં આટકોટ પાસે દિલ્હીના નિર્ભયાકાંડ જેવી ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અહીં સીમ વિસ્તારમાં ખેતમજૂરી કામ કરનાર પરિવારની 7 વર્ષની બાળકી ઉપર નરાધમે ક્રુરતાપૂર્વક દુષ્કર્મ આચર્યા બાદ સળિયા જેવું હથિયારથી ઈજા કરતા બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેથી તેને સારવાર માટે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પાલીસે ગુનો નોંધી રૂરલ એલસીબીની ટીમે એમ.પી.ના શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગતો મુજબ, જસદણના આટકોટ પાસે આવેલા એક ગામ નજીક સીમ વિસ્તારમાં વાડીએ ખેત મજૂરીનું કામ કરતા મૂળ દાહોદ પંથકના શ્રમિક પરિવારની દીકરી સાથે આ ઘટના બની હતી. જેમાં ગત તા.4ના રોજ શ્રમિક પરિવાર વાડીએ કામ કરી રહ્યો હતો ત્યારે તેમની 7 વર્ષની દીકરી વાડી પાસે રમી રહી હતી. માસુમ બાળકીને આ નરાધમે ઉઠાવી જઈ તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. આટલેથી ન અટકતા  આ શખ્સે ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી હતી. બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેને સળિયા જેવા હથિયારથી ઈજા કરી હતી. બાળકી લોહીલુહાણ થઈ ગઈ હતી. બાદમાં આ માસુમ બાળકીને કણસતી હાલતમાં છોડી નરાધમ નાસી ગયો હતો. બાળકી આસપાસ નજરે ન પડતા પરિવારજનો તેની શોધખોળ કરતા હતા. દરમિયાન ત્યાં ખેતરમાં નજીકમાંથી દીકરી લોહીલુહાણ મળી આવતા પરિવારજનો ચોંકી ગયા હતા. ત્યાર બાદ બાળકીને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને હાલ તેની અહીં સારવાર ચાલુ છે. માસુમ બાળકી પર પાશવી દુષ્કર્મ આચરનાર નરાધમ વિરૂદ્ધ આટકોટ પોલીસે ગુનો નોંધી તેને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ ઘટનાથી સમગ્ર પંથકમાં નરાધમ પ્રત્યે ફિટકાર લાગણી વરસી જવા પામી છે.

આ બનાવ અંગે રૂરલ એસ.પી.એ જણાવ્યું હતું કે, આ બનાવની જાણ થતા પોલીસની એલસીબીના પી.આઈ. વી.વી.ઓડેદરા સહિતના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હતી અને આજુબાજુના વિસ્તારના 140 જેટલા શકમંદોને પકડી પૂછપરછ હાથ ધરી હતી. બાદ સીસીટીવી કેમેરાના ફૂટેજ તથા ટેકનીકલ સોર્સીસની મદદથી આરોપી રામસીંગ તેરસીંગ ડડવેજર (ઉ.વ.3પ) (રહે.મધ્ય પ્રદેશના જોબટ તાલુકાના હીરાપુરનો વતની હાલ જસદણના કાનપર ગામ પાસે)ને પકડી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક