• રવિવાર, 14 ડિસેમ્બર, 2025

રાજકોટની મરઘા ગેંગના 17 સાગરીતો જેલમાં હવા ખાશે

ગુજસીટોક હેઠળ કાર્યવાહીમાં રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવા આદેશ 

રાજકોટ, તા.9: શહેરના મંગળા રોડ પર થયેલી ગેંગ વોરની ગંભીર ઘટના બાદ પોલીસે ઝડપેલા મરઘા ગેંગના સાગરિતોને જેલ હવાલે કર્યા છે. મરઘા ગેંગના 1% શખસના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ તમામને જેલમાં ધકેલવાનો આદેશ થતા જેલ હવાલે કરવા તજ વીજ કરવામાં

આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, 29 ઓક્ટોબરની રાત્રે મંગળા રોડ પર પેંડા ગેંગ અને મરઘા ગેંગ વચ્ચે જૂની અદાવતમાં સામસામે ફાયારિંગની ઘટના ઘટી હતી. જેમાં પોલીસે બંને ગેંગના સભ્યોની ધરપકડ કરી ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ એસીપી ક્રાઈમ ભરત બસિયાએ તમામ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી હતી. ત્યારે હાલમાં જ મરઘા ગેંગના સતાર, અંજુમ, ઈમ્તિયાઝ, અહેમદ, ઈરફાન, સમીર, દિનેશ, તેજીમ, મુજકીર, સરફરાઝ, શાહજહાં, સલમાન, અરમાન, હમીઝ, શાહનવાઝ, સોહિલ અને સમીરના રિમાન્ડ પૂર્ણ થતા તમામને ગુજરાતની વિવિધ જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી છે. રાજકોટમાં વધી રહેલા ક્રાઈમ રેટને અંકુશમાં લેવા આ કાર્યવાહી દાખલા રૂપ સાબિત થશે.

કઈ જેલમાં કેટલા ધકેલાયા ?

પોરબંદર - 3

ભુજ - 4

પાલનપુર - 1

નવસારી - 3

ભરૂચ - 4

રાજપીપળા - 1

છોટાઉદેપુર - 1   

ઇ-પેપરના નવા શુલ્ક