અમરેલી,
તા.10: અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા જ સમયથી બેંક ખાતામાંથી મોટી મોટી રકમ સગેવગે કરવા
સબબની રોજબરોજ પોલીસ ફરિયાદ નોંધાય છે. ત્યારે આજે અમરેલી તથા સાવરકુંડલા પંથકમાં મોટી
રકમ સગેવગે કરવા સબબની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
પ્રથમ
બનાવમાં શ્રી સોમનાથ ટ્રેડિંગ કંપનીના બેંકના ખાતાધારકે તા.રર/1થી તા.11/4ના રોજ અલગ
અલગ રીતે સાયબર ફ્રોડના કુલ રૂપિયા 1,06,07,776/- આર.ટી.જી.એસ., એન.ઈ.એફ.ટી., આઈ.એમ.પી.એસ.થી
સુધીમાં સાયબર ફ્રોડના રૂપિયા જમા કરાવી અને આરોપીઓએ પોતે ઓપરેટ કરતા બેંક ખાતામાં
મેળવી આ ખાતમાંથી સગેવગે કર્યાની જાણ થતા આ અંગે અમરેલી સીટી પોલીસ દ્વારા શ્રી સોમનાથ
ટ્રેડિંગ કંપનીના બેંકના ખાતાધારક સામે પોલીસમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.
જ્યારે
બીજા બનાવમાં ધારી તાલુકાના ઝર ગામનાં વતની અને હાલ સાવરકુંડલા ગામે હાથસણી રોડ ઉપર
આવેલ નિર્મળનગરમાં રહેતા જયંતીભાઈ મંગાભાઈ દાફડા તથા ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામે
રહેતા શામજીભાઈ શેખા નામના આરોપીઓએ મ્યુલ. ખાતામાંથી તા.3/11થી તા.4/11 દરમિયાન યુ.પી.આઈ
અને આર.ટી.જી.એસ. મારફતે સાયબર ફ્રોડના કુલ રૂ.10,93,000/- જમા થયા છે. તેમ જાણવા છતાં
પોતાના આર્થિક ફાયદા સારું આરોપી જયંતીભાઈ મંગાભાઈ દાફડાએ આરોપી શામજીભાઈ શેખાના કહેવાથી
ચેક તથા એ.ટી.એમ. મારફતે ઉપલેટા મુકામેથી ઉપાડી સગે-વગે કરી ગુનો કરવામાં મદદ કર્યાની
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ. એચ.એમ.અગ્રાવતે નોંધાવી તપાસ હાથ ધરેલ
છે.