સીઈઓ બોલ્યા સપ્તાહમાં 100 કલાક
કામ કર્યુ, બાથરુમમાં રોતી : આનંદ મહિન્દ્રાએ કહ્યું કવોલિટી જરુરી, કવોન્ટિટી નહીં
નવી દિલ્હી તા.11 : કર્મચારીઓના
કામના કલાકો વધારવાની ઉઠેલી ચર્ચા વચ્ચે મ્યુચ્યુઅલ ફંડના એમડી અને સીઈઓ રાધિકા ગુપ્તા
સામે આવ્યા છે અને પોતે સપ્તાહમાં 100 કલાક કામ કર્યાના અનુભવ શેર કર્યા છે.
તેમણે એકસ પોસ્ટમાં લખ્યું કે
મેં મારી પહેલી નોકરી દરમિયાન મારા પહેલા પ્રોજેકટ પર ચાર મહિના સુધી દર સપ્તાહે
100 કલાક કામ કર્યુ હતું. એક દિવસની રજા સાથે દરરોજ 18 કલાક કામ કર્યુ. ત્યારે હું
90 ટકા સમય દુ:ખી રહેતી હતી અને ઓફિસના બાથરુમમાં જઈને રડતી હતી. હું 100 કલાક કામ
કરતી હતી પરંતુ પ્રોડકિટવ ન હતી.
બીજીતરફ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા
કંપનીના ચેરમેન આનંદ મહિન્દ્રાએ લાંબો સમય સુધી કામ કરવાને અયોગ્ય ગણાવ્યું છે. તેમણે
કહ્યું કે કામના કલાકો વધારવાની ચર્ચા ખોટી છે. કવોલિટી જરુરી છે, કવોન્ટિટી નહીં.