• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

ડાર્ક વેબ, ક્રિપ્ટો કરન્સી અને ડ્રોન દેશ માટે પડકાર : શાહ

ગૃહમંત્રીએ કહ્યું, માદક પદાર્થનાં નેટવર્કને ખતમ કરવામાં સરકારને સફળતા મળી

નવી દિલ્હી, તા. 12 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કહેવા પ્રમાણે ડાર્ક વેબ, ક્રિપ્ટો કરન્સી અને ડ્રોન દેશ માટે પડકાર બનેલા છે અને તેને લઈને આકરા પગલાં ભરવા પડશે. શાહે માદક પદાર્થની તસ્કરી અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપર ક્ષેત્રીય સંમેલનની અધ્યક્ષતા કરતા કહ્યું હતું કે, રાષ્ટ્ર માદક પદાર્થની તસ્કરી દેશની અંદર કે બહાર થવા દેશે નહીં.

શાહના કહેવા પ્રમાણે સરકારે માદક પદાર્થનાં નેટવર્કને ખતમ કરવામાં સફળતા મેળવી છે અને તેના સંબંધિત આતંકવાદનો પણ ખાત્મો કર્યો છે. જમ્મુ કાશ્મીર, પંજાબ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં નાર્કો આતંકવાદના ઘણા મામલાનો ભાંડાફોડ કરવામાં આવ્યો છે. શાહના કહેવા પ્રમાણે ડાર્ક વેબ ઈન્ટરનેટના  ગુપ્ત હિસ્સાને સંદર્ભિત કરે છે જ્યાં સુધી માત્ર વિશેષ સોફ્ટવેર અને ટૂલનાં માધ્યમથી જ પહોંચી શકાય છે. શાહે કહ્યું હતું કે દેશની સુરક્ષા અને વિકાસ માટે રાજ્યો અને કેન્દ્ર સરકાર તથા ટેક્નિશિયનોના સંયુક્ત પ્રયાસથી સમસ્યાનું સમાધાન આવવું જોઈએ.

શાહના કહેવા પ્રમાણે છેલ્લાં 10 વર્ષમાં માદક પદાર્થની જપ્તીમાં સાત ગણો વધારો થયો છે. જે એક મોટી ઉપલબ્ધિ છે. મોદી સરકારે સખત કાર્યવાહી મારફતે માદક પદાર્થનાં પૂરાં તંત્રને નષ્ટ કરવાનો સંદેશ આપ્યો છે. 2024માં 16,914 કરોડ રૂપિયાના માદક પદાર્થ જપ્ત કરીને એનસીબી અને પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરી છે. નશાની લતથી ગ્રસ્ત યુવા પેઢી સાથે કોઈપણ દેશ વિકાસના પથ ઉપર આગળ વધી શકે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કેશોદના ચર ગામે પ્રૌઢની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી માંગરોળ પંથકનો શખસ ફરાર હત્યારો પરત્રીની ખરાબ વાતો કરતો હોય ઠપકો આપતા ઢીમ ઢાળી દીધું’તું January 14, Tue, 2025