228 કરોડની છેતરાપિંડીના કેસમાં જય અનમોલ પર ARIની કાર્યવાહી
નવી દિલ્હી, તા.9 : અનિલ અંબાણીના
પુત્ર જય અનમોલ વિરુદ્ધ સીબીઆઈએ રૂ.228 કરોડની છેતરાપિંડી મામલે કેસ દાખલ કર્યો છે.
અનિલ અંબાણીની મુશ્કેલી વધારતા
નવા ઘટનાક્રમમાં સીબીઆઈએ જય અનમોલ અનિલ અંબાણી અને રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ સામે
કાનૂની કાર્યવાહી કરી છે. સીબીઆઈએ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સામે છેતરાપિંડીના કેસ સંદર્ભે
એફઆઈઆર દાખલ કરી છે. આ સમગ્ર કેસમાં રૂ.228 કરોડની બાંકિંગ છેતરાપિંડીનો સમાવેશ થાય
છે. બેંકની ફરિયાદના આધારે સીબીઆઈએ કાર્યવાહી કરી હતી. સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલા
કેસમાં જય અનમોલ અનિલ અંબાણી અને રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ ઉપરાંત રવિન્દ્ર શરદ
સુધાકરનું નામ છે.
બેંક (અગાઉ આંધ્ર બેંક) દ્વારા
દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે કંપનીએ તેની વ્યવસાયિક જરૂરિયાતો પૂરી
કરવા માટે મુંબઈમાં બેંકની SCF શાખામાંથી રૂ.450 કરોડની ક્રેડિટ મર્યાદા મેળવી
હતી. કેટલીક શરતો લાદવામાં આવી હતી જેમ કે સમયસર ચુકવણી, વ્યાજ અને અન્ય શુલ્ક, સુરક્ષા
અને અન્ય જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા. વેચાણમાંથી મળેલી રકમ બેંક ખાતા દ્વારા મોકલવાની
હતી. અધિકારીના જણાવ્યા અનુસાર કંપની સમયસર તેના હપ્તા ચૂકવવામાં નિષ્ફળ રહી, જેના
પરિણામે 30 સપ્ટેમ્બર 2019 ના રોજ ખાતાને એનપીએ જાહેર કરવામાં આવ્યું હતુ.