મંચ
ઉપરથી ભાષણનો મુદ્દો ભટકીને પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટની પ્રશંસા કરવા લાગ્યા
વોશિંગ્ટન,
તા. 10 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેનિયા પહોંચ્યા હતા, જ્યાંથી
તેઓ આર્થિક એજન્ડાનો પ્રચાર કરવાના હતા. પૂરા અમેરિકાની જનતા ભાષણ સાંભળી રહી હતી,
જો કે ફરી એક ટ્રમ્પની જીભ લપસતી જોવા મળી હતી. 79 વર્ષના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભાષણ
દરમિયાન 28 વર્ષની વ્હાઈટ હાઉસ પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટની ભરપુર પ્રશંસા કરી
હતી અને કહ્યું હતું કે લેવિટનો ચહેરો ખુબસુરત છે અને તેના હોંઠ મશીન ગન જેવા છે.
ટ્રમ્પ
પેન્સિલવેનિયાની રેલીમાં પોતાની સરકારની આર્થિક સફળતા ઉપર ભાષણ આપી રહ્યા હતા અને જોતજોતામાં
મુદ્દાથી ભટકી ગયા હતા. બાદમાં જોર જોરથી કહેવા લાગ્યા હતા કે કેરોલિન લેવિટ કેટલી
મહાન છે. ટ્રમ્પે ઉત્સાહિત ભીડ સામે લેવિટની શારીરિક બનાવટ અને આત્મવિશ્વાસની સરાહના
કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે જ્યારે લેવિટ ટેલિવિઝન ઉપર આવે છે ત્યારે ખુબ હાવી
હોય છે. તે ખુબસુરત ચહેરા અને હોંઠ સાથે ટેલિવિઝન ઉપર આવે છે જે રોકાતા નથી. તે એક
નાની મશીન ગન જેવા છે.