ફલોરિડા,
તા.10 : સોમવારે સાંજે અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં મેરિટ આઇલેન્ડ નજીક વ્યસ્ત આઈ-95
હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરતી વખતે એક નાનું વિમાન એક કાર સાથે અથડાયું હતુ. વિમાનમાં
ટેકનિકલ ખામી સર્જાતા પાઇલોટને હાઇવે પર લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી, પરંતુ ટ્રાફિકમાં
લેન્ડિંગ વખતે, વિમાન ટોયોટા કાર ઉપર લેન્ડ થયું હતુ. વિમાનમાં 27 વર્ષીય પાઇલટ અને
તેના સાથી હાજર હતા અને બંને બચી ગયા હતા. જ્યારે કાર સવાર મહિલાનું મૃત્યુ થયું હતું.